હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 267 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 425 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1549 કેન્દ્રો પર 37,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
રેશમા પટેલની ટિંગાટોળી: રાજકોટમાં રેશમાં પટેલ અને ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી બાદ જે થયું...
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.32 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
RR સેલમાંથી છુટી તો હવે ઓપરેશન ગ્રુપનાં કર્મચારીઓનો તરખાટ, ફિલ્મી સ્ટાઇલે લાંચ લેતા ઝડપી લેવાયા
જો કે બીજી તરફ રાજ્યમાં આજે બનાસકાંઠા, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,641 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 26 છે. જ્યારે 2,615 લોકો સ્ટેબલ છે. 2,55,914 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4393 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે