Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Upadate: કોરોના પર કાબૂ, આજે નોંધાયા 300થી પણ ઓછા કેસ

 કુલ 8,242 એક્ટિવ દર્દી છે, જે પૈકી 209 લોકો વેન્ટિલેટર પર છે અને 8,033 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,122 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 10,012 લોકોનાં મોત નિપજ્યાં છે.
 

Gujarat Corona Upadate: કોરોના પર કાબૂ, આજે નોંધાયા 300થી પણ ઓછા કેસ

ગાંધીનગર: દેશભર સહિત રાજ્ય (Gujarat) માં કોરોના (Coronavirus) મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય (Gujarat) માં કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

fallbacks

ગુજરાત (Gujarat) માં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 298 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 935 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.78 ટકાએ પહોંચ્યો હતો. 

Online DL કઢાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીતર RTO ના બદલે ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા

રાજ્યમાં એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો કુલ 8,242 એક્ટિવ દર્દી છે, જે પૈકી 209 લોકો વેન્ટિલેટર પર છે અને 8,033 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,122 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 10,012 લોકોનાં મોત નિપજ્યાં છે.

આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 1, અમરેલીમાં 1 અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 5 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,18,062 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More