Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: એક નાનકડા તાલુકામાં હોય તેટલા કેસ ગુજરાતમાં

ગુજરાતમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આજે કોરોનાના માત્ર 31 જ કેસ નોંધાયા હતા. કોઇ નાનકડા તાલુકામાં હોય તેટલા કેસ આખા ગુજરાતમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.69 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે 113 લોકો સાજા થયા છે. આ પ્રકારે કુલ 8,13,512 લોકો કોરોનાથી સાજા થઇ ચુક્યું છે. તો બીજી તરફ રસીકરણ અભિયાન પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ 2,53,308 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

GUJARAT CORONA UPDATE: એક નાનકડા તાલુકામાં હોય તેટલા કેસ ગુજરાતમાં

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આજે કોરોનાના માત્ર 31 જ કેસ નોંધાયા હતા. કોઇ નાનકડા તાલુકામાં હોય તેટલા કેસ આખા ગુજરાતમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.69 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે 113 લોકો સાજા થયા છે. આ પ્રકારે કુલ 8,13,512 લોકો કોરોનાથી સાજા થઇ ચુક્યું છે. તો બીજી તરફ રસીકરણ અભિયાન પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ 2,53,308 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

fallbacks

અમદાવાદમાં યુવકની જાહેરમાં કરાઈ હત્યા, લવ ટ્રાયએન્ગલનો આ કિસ્સો જાણીને તમે પણ ચોંકી જશો

હાલ કુલ 719 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. 713 લોકો સ્ટેબલ છે. 8,13,512 લોકોને અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ કરી દેવાયા છે. 10074 લોકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે કોઇ પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જો કે બીજી તરફ મમતા દિવસને ધ્યાને રાખીને કાલે રસીકરણ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સંપુર્ણ બંધ થઇ ચુક્યું છે. કુલ 26 સ્થળો પર એક પણ કેસ નોંધાયો નથી. 11 જિલ્લા એવા છે જેમાં માત્ર 1-1 કેસ જ નોંધાયો હતો. 

આ પ્રકારે સુકીભઠ્ઠ જમીનને લીલીછમ કરવાનો ભગીરથ પ્રયાસ, કચ્છની જમીનમાં થઇ રહ્યું છે વોટર રિચાર્જ

જો રસીકરણની વાત કરીએ હેલ્થકેર વર્કર પૈકી 151 લોકોને રસીનો પ્રથમ અને 10338 લોકોને રસીનો બીજો ડોજ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42586 લોકોને રસીનો પ્રથમ અને 68630 ને રસીનો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના 123381 લોકોને રસીનો પ્રથમ અને 8222 લોકોને રસીનો બીજો ડોઝ એક દિવસમાં અપાયો હતો. આ પ્રકારે કુલ 2,53,308 લોકોને એક જ દિવસમાં રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 2,83,68,489 કુલ લોકોને રસી આપવામાં આવી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More