Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: 454 નવા કેસ, 361 દર્દી સાજા થયા, 9 જિલ્લાઓમાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થવા લાગ્યા હતા. 

Gujarat Corona Update: 454 નવા કેસ, 361 દર્દી સાજા થયા, 9 જિલ્લાઓમાં એક પણ કેસ નહી

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થવા લાગ્યા હતા. 

fallbacks

કોંગ્રેસના શરમજનક પરાજયનું કારણ શું? કાર્યકરે હાઇકમાન્ડને લખ્યો ખુલ્લો પત્ર, જરૂર વાંચો

આજે રાજ્યમાં નવા 454 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 361 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.44 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસ બાદ પક્ષ પ્રમુખ અને નેતા વિપક્ષનો પણ સફાયો, ધાનાણી- ચાવડાના રાજીનામા મંજૂર

રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત 60 વર્ષથી વધારે વય ધરાવતા વ્યક્તિઓ અને 45થી 60 ની વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું હતું. 60 વર્ષથી વધારે વય હોય અને 45થી 60 વર્ષના અતિગંભીર બિમારી ધરાવતા કુલ 56,489 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. જો કે હજી સુધી કોઇ પણ વ્યક્તિમાં રસીની આડઅસર જોવા મળી નથી.

Election Results: રાજ્યની 31 District Panchayat માં Congress ના સુપડા સાફ, BJP એ બહુમતી સાથે લહેરાવ્યો કેસરિયો

બીજી તરફ રાજ્યમાં ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 09 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 2,63,837 દર્દીઓએ કોરોનાને મહ્તામ આપી છે.  જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2522 એક્ટિવ કેસ છે. જે પૈકી 37 વેન્ટિલેટર પર છે. 2485 નાગરિકો સ્ટેબલ છે. 2,63,837 ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4411 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે આજે કોઇ પણ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More