Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: 460 નવા કેસ, 315 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે. 

Gujarat Corona Update: 460 નવા કેસ, 315 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે. 

fallbacks

રાજકોટ: અપહરણ પહેલા જ ખંડણી માંગનારા આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો

આજે રાજ્યમાં નવા 460 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 315 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,62,487 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે 8,20,700 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,65,538 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

25 વર્ષથી પલાઠી મારીને બેઠેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે ઇજારાશાહી નહી

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.57 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

IND vs ENG: Virat Kohli ની ગુજરાતી સાંભળીને હાર્દિક-અક્ષર રોકી ન શક્યા હસું, Video જોઇ તમે પણ હસી પડશો

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2136 દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકી 38 વેન્ટિલેટર પર છે. 2098 નાગરિકો સ્ટેબલ છે. 2,62,487 ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4408 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કોઇ પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More