Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 490 દર્દીઓ નોંધાયા, 2 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 490 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 707 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 2 લોકોના કોરોનાથી મોત થયા છે

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 490 દર્દીઓ નોંધાયા, 2 દર્દીના મોત

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 490 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 707 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 2 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,57,342 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,47,223 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,371 પર પહોંચ્યો છે.

fallbacks

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 490 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 707 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.07 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,47,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ વાંચો:- AMC દ્વારા વ્યાજ રીબેટ સ્કિમ જાહેર થયા બાદ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ધરખમ વધારો

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 106 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો:- એક કરોડના MD Drugs સાથે મુંબઇથી અમદાવાદ આવ્યો શખ્સ, Gujarat ATSએ રંગેહાથ ઝડપી પાડ્યો

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,748 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 51 છે. જ્યારે 5,697 લોકો સ્ટેબલ છે. 2,47,223 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,371 લોકોનાં મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More