અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં 5677 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1359 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને 96.14 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 3,07,013 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
(કોરોનાના આજના દિવસમાં નોંધાયેલા કુલ કેસ, કુલ રિકવર, કુલ મૃત્યુ સહિતની તમામ વિગત)
કોરોનાની ગમે તેવી લહેર આવે હવે દરેક જિલ્લાઓ તમામ પ્રકારે કોરોના સામે લડવા માટે સજ્જ
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 22901 નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી 25 નાગરિકો વેન્ટીલેટર પર છે. 22876 નાગરિકો સ્ટેબલ છે. 822900 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10128 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
(ઓમિક્રોનનાં નવા નોંધાયેલા કેસની વિગત)
અમદાવાદ,સુરત બાદ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરશે, લાંબા સમયથી રાહ હતી તેને CM એ આપી મંજૂરી
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 ને રસીનો પ્રથમ 264 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11657 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 30372 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 84644 નાગરિકોને રસીનો પ્રથમ 84484 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી આજે 92581 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,07,013 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,30,25,350 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે