Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona: કોરોના કેસ પહોંચ્યા 500 ને પાર, રિકવરી રેટમાં ઘટાડો, 1નું મોત

રાજયમાં બોટાદ અને ડાંગ એમ કુલ 2 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 575 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 459 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.24 ટકા જેટલો છે.

Gujarat Corona: કોરોના કેસ પહોંચ્યા 500 ને પાર, રિકવરી રેટમાં ઘટાડો, 1નું મોત

ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 575 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 459 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,73,386 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,65,831 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,415 પર પહોંચ્યો છે.

fallbacks

અત્યાર સુધીમાં કુલ 14,09,244 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,41,437 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Gujarat સહિત સહિત 6 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં 14 લાખ લોકોએ લીધી રસી

રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં જોવા મળી ૨હ્યા છે. રાજયમાં બોટાદ અને ડાંગ એમ કુલ 2 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 575 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 459 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.24 ટકા જેટલો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,65,831 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3140 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 46 છે. જ્યારે 3094 લોકો સ્ટેબલ છે. 2,65,831 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,415 લોકોનાં મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More