ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ પર હવે લગભગ કાબુમાં આવી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણનું કામ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 2,17,786 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી દર્દીઓના સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજાથવાનો દર 98.51 પર પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 208 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી 8,11,699 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 2193 કેસ એક્ટિવ છે. જે પૈકી 11 લોકો વેન્ટિલેટર પર છે. 2182 લોકો સ્ટેબલ છે. જ્યારે 8,11,699 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10072 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે માત્ર 1 જ દર્દીનું મોત નિપજ્યું હતું. જો કે હવે કોરોનાનો પોઝિટિવિટી રેટ ખુબ જ ઓછો થઇ ચુક્યો છે. જે રાજ્ય માટે ખુબ જ સારા સમાચાર છે.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 296 ને પ્રથમ જ્યારે 6945 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 37791 લોકોને પ્રથમ 56654 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 109515 લોકોને રસીનો પ્રથમ અને 6657 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,17,786 લોકોને રસી અપાઇ હતી. જ્યારે અથ્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,73,25,191 લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે