ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 8934 કેસ નવા સામે આવ્યા છે. તો બીજી તરપ 15,177 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,98,199 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 93.23 ટકાએ પહોંચી ચુક્યો છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 6987 એક્ટિવ કેસ છે. જે પૈકી 246 વેન્ટીલેટર પર છે. 68941 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1098199 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10545 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે કુલ 34 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 ને રસીનો પ્રથમ અને 784 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6476 ને પ્રથમ 15785ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 25614 ને પ્રથમ 65796 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના 20004 ને પ્રથમ અને 97885 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 40685 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. આજે કુલ 2,73,065 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,86,55,5466 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે