અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના કોરોના (Gujarat Corona Update) રોકેટ સ્પીડે વધી રહ્યો છે. કોરોના કેસમાં સીધો ડબલનો વધારો દેખાઈ રહ્યો છે. તેમાં પણ મેગા સિટી અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જોકે, આ કોરોના ડરાવવાને બદલે મૂંઝવણમાં મૂકી રહ્યો છે. કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે, પણ આ કોરોના (corona case) ઘાતક છે કે નહિ તે તબીબો સમજી નથી રહ્યાં.
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસો મામલે તબીબો પણ અસંજસમાં મૂકાયા છે. અમદાવાદમાં 21 ડિસેમ્બરથી આજદિન સુધીમાં 532 કોરોનાના પોઝિટિવ દર્દીઓ (corona virus) નોંધાયા છે. 21 ડિસેમ્બરે 33, 22 ડિસેમ્બરે 26, 23 ડિસેમ્બરે 43, 24 ડિસેમ્બરે 32, 25 ડિસેમ્બરે 63, 26 ડિસેમ્બરે 53, 27 ડિસેમ્બરે 100, 28 ડિસેમ્બરે 182 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. પરંતુ તેની સામે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલા કોરોનાના કેસો સામે હોસ્પિટલાઈઝેશન નહિવત પ્રમાણમાં છે. શહેરમાં માત્ર 8 જ દિવસમાં 532 કોરોનાના કેસો સામે ખાનગી અને સિવિલ કેમ્પસની કોવિડ 19 હોસ્પિટલમાં માત્ર 21 દર્દીઓ જ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં 14 દર્દી, જ્યારે કે સિવિલ કેમ્પસની કોવિડ19 હોસ્પિટલમાં માત્ર 7 જ દર્દીઓ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : ગુજરાતની માઠી દશા બેસી, માવઠા વચ્ચે આ જિલ્લામાં આવ્યો ભૂકંપ
રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 300થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે. જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ 14 જૂને 405 નવા કેસ નોંધાયા હતાં. તો રાજ્યમાં 1400થી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 178 અને જિલ્લામાં 4 મળી કુલ 182 નવા કેસ નોંધાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મંગળવારે ઓમિક્રોનના 5 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધાયા છે, તે પૈકીના એકની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે વડોદરા શહેર, મહેસાણા અને પોરબંદરના 1-1 કેસની કોઈ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 54 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 24ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.
ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના કેસ 480 ટકા વધ્યા છે. આંકડાઓ બતાવે છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 18 ડિસેમ્બરે ગુજરાતમાં 68 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે 28 ડિસેમ્બરે ગુજરાતમાં 394 કોરોનાના કેસ નોંધાયા છે. પાંચ મહિના પછી રાજ્યમાં એક્ટિવ કેસ 1500 નજીક પહોંચ્યા છે. 14 જૂન બાદ 28 ડિસેમ્બરે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 14 જૂને 405 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 28 ડિસેમ્બરે 394 કેસ નોંધાયા હતા. છેલ્લે 15 જૂને દૈનિક કેસનો આંક 300ને પાર થયો હતો. એ દિવસે 352 કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે તેનાથી વધુ એટલે કે 394 નવા કેસ થયા છે.
આ પણ વાંચો : પત્ની માટે મોંઘીદાટ સાડી ખરીદવાની ચિંતા ન કરતા, આ બેંક અપાવશે સાડી
આ આંકડા સૂચવે છે કે, કોરોના વકરી રહ્યો છે. સાવધાની જરૂરી છે. નહીં તો કોરોના બેકાબૂ થઈ શકે છે.
કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે એક ચિંતાજનક અહેવાલ આવ્યો છે..જેના પ્રમાણે ઓમિક્રોનના કારણે ભારતમાં કોરોના ઝડપથી ફેલાશે. જો કે, રાહતની વાત એ પણ છે કે, આ લહેર વધુ દિવસ પરેશાન નહીં કરે. આ જાણકારી કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ કેટુમેને આપી છે. તેમની ટીમે કોવિડ-19 ઈન્ડિયા ટ્રેકર તૈયાર કર્યું છે. તેમણે કહ્યું હતું કે, આગામી થોડાં દિવસ કે પછી કેટલાંક અઠવાડિયા સુધી ભારતમાં સંક્રમણ વધશે. જો કે એવું ન કહી શકાય કે ઈન્ફેક્શન રેટ શું હશે. કોવિડ-19 ઈન્ડિયા ટ્રેકરમાં ભારતના 6 રાજ્યોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સ્ટડીમાં દિવસો અને સપ્તાહના આધારે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 48 લાક કરોડ કેસ નોંધાયા છે. 4 લાખ 80 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. અહીં 653 લોકોને ઓમિક્રોન વેરિયન્ટથી પણ ઈન્ફેક્ટેડ થયા છે. ઓમિક્રોનનો ખતરો એટલા માટે પણ વધુ છે કેમકે તે ઝડપથી ફેલાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે