Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો. 

Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત

 ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો. 

fallbacks

ગરીબ બ્રાહ્મણને લૂંટેરી દુલ્હને વધારે ગરીબ બનાવ્યો અને પછી જે થયું...

અત્યાર સુધીમાં 70,38,445 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,47,185 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 78,85,630 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,75,777 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 29,886 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

નકલી પોલીસ બાદ હવે નકલી પત્રકારોની ભરમાર, આ પ્રકારે ઝડપાઇ તોડબાજ ટોળકી

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 17,348 એક્ટિવ દર્દી છે, જે પૈકી 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકો સ્ટેબલ છે. 3,02,932 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4598 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 17 લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં 7-7,રાજકોટ કોર્પોરેશન 2 અને વડોદરા કોર્પોરેશનમાં 1 આ પ્રકારે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More