ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 16 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,167 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 85,082 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 164 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 159 સ્ટેબલ છે. 8,16,167 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં 4 કેસ આવ્યા છે. વલસાડમાં 6 કેસ આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ આવ્યા છે. નવસારીમાં 2 કેસ આવ્યા છે. જ્યારે અમદાવાદ-વડોદરામાં 1-1 કેસ આવ્યા છે. આ પ્રકારે કુલ 16 કેસ આવ્યા છે.
CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટિવ, કુલ આંકડો 8,26,418 ને પાર.. જાણો સરકારના આંકડા પ્રમાણે આજે રાજ્યમાં જિલ્લાવાર સ્થિતિ...#Corona #Coronavirus #CoronaCaseUpdates #ZEE24Kalak #DeshKaZee pic.twitter.com/pPUjUI4vet
— Zee 24 Kalak (@Zee24Kalak) October 24, 2021
રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2 ને પ્રથમ જ્યારે 369 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6,102 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 15807 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 19,406 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 43,396 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 85082 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,87,08,106 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે