Home> Gujarat
Advertisement
Prev
Next

ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ? 1 મહિનામાં પિક્ચર થઈ જશે ક્લિયર

વિશ્વભરમાં કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. ત્યારે સ્પેન એવો પ્રથમ દેશ છે જેણે કોરોનાને ફ્લૂ (flu) ની શ્રેણીમાં મૂકીને સારવાર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે સ્પેનથી પ્રેરાઈ વિશ્વના અનેક દેશો ભવિષ્યમાં મહામારીના કડક નિયંત્રણો દૂર કરે એવી શક્યતા છે. કોરોનાને ફ્લૂ ગણવા મામલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ સાથે ખાસ વાત કરી. તો તેમણે જણાવ્યું કે, અન્ય દેશની તુલનાએ ભારતમાં ઓમિક્રોનના કેસો આવવાની શરૂઆત પાછળથી થઈ. તેથી ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) નો જે જોઈએ તે જરૂરી ડેટા હજુ આપણી પાસે નથી. માટે આપણે કોરોનાને ફ્લૂ ગણવો કે નહીં તેના માટે હજુ આગામી 1 મહિનો રાહ જોવી પડશે. વધુ ડેટા એકત્ર કરીને તેના અભ્યાસ બાદ જ કહી શકાય કે, ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ.

ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ? 1 મહિનામાં પિક્ચર થઈ જશે ક્લિયર

અતુલ તિવારી/અમદાવાદ :વિશ્વભરમાં કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. ત્યારે સ્પેન એવો પ્રથમ દેશ છે જેણે કોરોનાને ફ્લૂ (flu) ની શ્રેણીમાં મૂકીને સારવાર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે સ્પેનથી પ્રેરાઈ વિશ્વના અનેક દેશો ભવિષ્યમાં મહામારીના કડક નિયંત્રણો દૂર કરે એવી શક્યતા છે. કોરોનાને ફ્લૂ ગણવા મામલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ સાથે ખાસ વાત કરી. તો તેમણે જણાવ્યું કે, અન્ય દેશની તુલનાએ ભારતમાં ઓમિક્રોનના કેસો આવવાની શરૂઆત પાછળથી થઈ. તેથી ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) નો જે જોઈએ તે જરૂરી ડેટા હજુ આપણી પાસે નથી. માટે આપણે કોરોનાને ફ્લૂ ગણવો કે નહીં તેના માટે હજુ આગામી 1 મહિનો રાહ જોવી પડશે. વધુ ડેટા એકત્ર કરીને તેના અભ્યાસ બાદ જ કહી શકાય કે, ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ.

fallbacks

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું કે, યુરોપના કેટલાક દેશોમાં કોરોનાનો ડર ઘટ્યો છે. કડક નિયંત્રણોમાં કરાયા ફેરફાર વિશ્વમાં સ્પેન  પ્રથમ એવો દેશ બન્યો જેણે કોરોનાને ફલૂની શ્રેણીમાં મૂકી સારવાર કરવાની શરૂઆત કરી છે. સ્પેન દ્વારા લોકોને કોરોના સાથે જીવન જીવવાની ટેવ પાડવા અનુરોધ કરવાની પહેલ કરાઈ છે. ભારતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે એવામાં સ્પેન સહિત યુરોપના કેટલાક દેશોએ કોરોના સામે લડવાની રણનીતિમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે. બ્રિટન પણ આગામી ટૂંક સમયમાં કોરોના મહામારીને સ્થાનિક સંક્રમણ ગણવાની દિશામાં વિચાર કરી રહ્યું છે. સ્પેનથી પ્રેરાઈ વિશ્વના અનેક દેશો ભવિષ્યમાં મહામારીના કડક નિયંત્રણો દૂર કરે એવી શક્યતા છે. 

આ પણ વાંચો : 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા, કાર કેનાલમાં ખાબકતા દંપતીનું મોત, લોકોએ બચાવવા દોરડું નાઁખ્યુ પણ... 

કોરોનાને ફલૂ ગણવા મામલે સ્પેન દ્વારા કરાયેલા નીર્ણય અંગે તેમણે કહ્યું કે, અન્ય દેશોના મુકાબલે ભારતમાં ઓમિક્રોનના કેસો પછીથી આવવાની શરૂઆત થઈ. ઓમિક્રોન વેરિયન્ટનો જે જરૂરી ડેટા જોઈએ હજુ એ આપણી પાસે અન્ય દેશોની તુલનામાં ઉપલબ્ધ નથી. આપણે કોરોનાને ફ્લૂ ગણવો કે કેમ એના માટે આગામી 1 મહિનાની રાહ જોવી પડશે. જેથી વધુ ડેટા એકત્ર કરી એનો અભ્યાસ કરી શકાય. આગામી 1 મહિનામાં વધુ સ્પષ્ટતા સાથે કહી શકાશે કે કોરોનાને આપણે ફલૂની શ્રેણીમાં મૂકી શકીએ કે નહિ.

આ પણ વાંચો : લોકોની પ્રાર્થનાથી જીવી ગયેલી અંબા આજે ઈટલી જશે, વિજય રૂપાણી પણ તેના દત્તક સમારોહમાં હાજર રહ્યાં  

તબીબે કહ્યું કે, હાલ તો દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધ્યું છે, પણ રાહતની વાત એ છે કે હોસ્પિટલાઈઝેશન નહિવત થઈ રહ્યું છે. રાજ્યમાં હજારો, તો દેશમાં લાખો કેસો આવી રહ્યા છે. પરંતુ વેન્ટિલેટર પર દર્દીને સારવાર આપવાની જે અગાઉ જરૂરિયાત ઉભી થઇ હતી એવી પરિસ્થિતિ અત્યાર સુધીમાં બિલકુલ જોવા નથી મળી રહી. અમદાવાદ સિવિલમાં એક સમયે જ્યાં 3 હજાર દર્દીઓ કોરોનાની સારવાર લેતા હતા, અત્યારે માત્ર 39 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જેમાંથી માત્ર 6 દર્દીઓ ICU માં સારવારમાં છે. ઓમિક્રોન વેરિયન્ટના કિસ્સામાં મોટાભાગના દર્દીઓ જાતે જ આઇસોલેટ થઈને 4 કે 5 દિવસમાં સાજા થઈ રહ્યા છે. બીજી લહેરમાં જે પ્રકારે ગંભીર દર્દીઓ સારવાર માટે આવતા હતા એવા આ વખતે સારવાર માટે નથી આવી રહ્યા. આ વખતે ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ જ ઘટી છે, ઓક્સિજનની જરૂરિયાત દર્દીઓને નથી પડી રહી, જે રાહતના સમાચાર છે. અત્યાર સુધી જે જોવા મળી રહ્યું છે એ જોતાં એક મહિનાનો વધુ ડેટા સામે આવે તો સ્પેન સહિત યુરોપના અન્ય દેશો દ્વારા જે પ્રકારે કોરોનાને ફ્લૂ ગણવો અથવા અન્ય કેટલાક નિયંત્રણ હળવા કરવા એ અંગે વધુ વિશ્વાસ સાથે આપણે પણ નિર્ણય લઈ શકીએ, હાલના તબક્કે અન્ય વેરિયન્ટ પણ આપણી વચ્ચે હોવાથી કઈ કહેવું વહેલું ગણાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More