Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે ડેન્ગ્યુનો ડર, ગત વર્ષ કરતા ત્રણ ગણા કેસ વધ્યા

એક તરફ કોરોનાના કહેરને કારણે હજુ પણ લોકોમાં ભય છે. ત્યારે બીજી તરફ આ દહેશતની વચ્ચે હવે ડેંગ્યુએ માથુ ઉચક્યું છે. તહેવારોની ઉજવણી વચ્ચે રોગચાળાએ માજા મુકી છે. ગુજરાતમાં ડેંગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે ત્રણ ગણા કેસ નોંધાયા છે. રાજકોટમાં વર્ષ 2019માં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક 1062 કેસો નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે ડેન્ગ્યુનો ડર, ગત વર્ષ કરતા ત્રણ ગણા કેસ વધ્યા


ઝી બ્યૂરો, રાજકોટઃ એક તરફ કોરોનાના કહેરને કારણે હજુ પણ લોકોમાં ભય છે. ત્યારે બીજી તરફ આ દહેશતની વચ્ચે હવે ડેંગ્યુએ માથુ ઉચક્યું છે. તહેવારોની ઉજવણી વચ્ચે રોગચાળાએ માજા મુકી છે. ગુજરાતમાં ડેંગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે ત્રણ ગણા કેસ નોંધાયા છે. રાજકોટમાં વર્ષ 2019માં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક 1062 કેસો નોંધાયા હતા.

fallbacks

જયારે ગત વર્ષે 2020માં કોરોના વાયરસની મહામારી જોવા મળી હતી જેના કારણે લોકોની હાલત કફોડી જોવા મળી હતી. ત્યારે એક બાજુ કોરોના નબળો પડતા ડેન્ગ્યુએ માથુ ઉચક્યું છે. ગુજરાતમાં ડેન્ગ્યુના કેસો ગત વર્ષ એટલે કે 2020 માં માત્ર 62 નોંધાયા હતા. પરંતુ, હવે કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ 31 ઓક્ટોબર સુધીમાં જ રાજકોટમાં 273 કેસો નોંધાઈ ચૂક્યા છે. જયારે કેટલાક કેસ મનપાના ચોપડે ચડતા ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.


 

કોરોનાની જેમ જ ડેન્ગ્યુની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી. દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે, (1) દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું અને (2) પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે. કોરોના ન થાય કે થાય તો ગંભીર લક્ષણો ન થાય તે માટે રસી શોધાઈ ગઈ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં 100 ટકાને અપાઈ ગઈ છે પરંતુ,ડેન્ગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી. મચ્છર ન કરડે અને ઈમ્યુનિટી સારી રહે એ જ તેનો ઉપાય છે. નોંધપાત્ર એ છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોય છે અને આ મચ્છર ઘરે,ઓફિસમાં વધુ વસતા હોય છે. ખુદ તબીબી સૂત્રો જણાવે છે કે વરસાદ પછીના બે માસ આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે.

ડેંગ્યુના લક્ષણોઃ
ખૂબ તાવ આવે, 103 થી 105 સુધીનો
સ્નાયુ,સાંધામાં દુખાવો થાય, માથાના આગળના ભાગે અને કમરમાં દુખાવો
કોઈને ઓરી જેવા દાણાં શરીર પર નીકળે
કોઈને ઉલ્ટી-ઉબકાં થાય
આંખના ડોળા પાછળ દુખાવો થાય જે આંખ હલાવતા દુખે
મોટાભાગનાને નબળાઈ, કળતરના લક્ષણો હોય આવા દર્દીના લોહીનો સાદો સીબીસી રિપોર્ટ કરાવતા પ્લેટલેટ્સ,વ્હાઈટ બ્લડ સેલ ઘટે તેના પરથી નિદાન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More