Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડના તંત્રમાં ફફડાટ, હાઈરિસ્ક દેશમાંથી આવેલા હજી સુધી ટ્રેસ નથી થયા, ત્યાં સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ નીકળ્યો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે શાળાઓ શરૂ થતાની સાથે વલસાડ (valsad) ની સેન્ટજોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ (corona positive) આવતા વલસાડ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

વલસાડના તંત્રમાં ફફડાટ, હાઈરિસ્ક દેશમાંથી આવેલા હજી સુધી ટ્રેસ નથી થયા, ત્યાં સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ નીકળ્યો

ઊમેશ પટેલ/વલસાડ :રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે શાળાઓ શરૂ થતાની સાથે વલસાડ (valsad) ની સેન્ટજોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ (corona positive) આવતા વલસાડ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

fallbacks

રાજ્ય સરકાર દ્વારા કોરોના (gujarat corona update) બાદ રાજ્યની તમામ શાળાઓ કોવિડ 19 ના નિયમો મુજબ શરૂ કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી સેન્ટ જોસેફ કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ (corona case) આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વિધાર્થીના પિતા પોઝિટિવ આવ્યા બાદ વિદ્યાર્થીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ (health department) દ્વારા વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના સેમ્પલ લીધા છે. 

આ પણ વાંચો : વંશવેલો વધારવા સાસરીવાળા ઘેલા થયા, વહુને કહ્યું-પતિ નથી તો સસરા તો છે ને... 

જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા 68 જેટલા શાળાના અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય 14 જેટલા લોકોના પણ RTPCR રિપોર્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે. તો બીજી તરફ, કોવિડ-19 ના તમામ નિયમોનું પાલન જિલ્લાની શાળાઓ દ્વારા કડકાઈથી કરવામાં આવે એવી ટકોર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

વલસાડ જિલ્લામાં હાઇરિસ્ક દેશો (hirisk country) માંથી વધુ 3 મુસાફરો વલસાડ આવ્યા હોવાથી આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયુ છે. આરોગ્ય તંત્ર દ્વારા 3 લોકોનું ટ્રેસિંગ હાથ ધરાયુ છે. 3 લોકોની યાદી મેળવી 3 લોકો ક્યાં રહે છે એની તપાસ હાથ ધરાઈ છે. અગાઉ જિલ્લામાં 16 જેટલા લોકો હાઇરિસ્ક દેશોમાંથી આવ્યા હતા, એ તમામને કોરેન્ટાઈન કરાયાં હતા. ઓમિક્રોન વાયરસને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More