Home> Gujarat
Advertisement
Prev
Next

નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી... સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનનો હાહાકાર

પહેલીવાર એવું બન્યુ છે કે, કોરોનાની લહેરમાં અમદાવાદ કરતા સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે. પરંતુ સુરતમાં કોરોનાની આ લહેર અત્યંત ડરામણી છે. કારણ કે, સુરતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન હાહાકાર મચાવી રહ્યો છે. નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી, તેમ છતાં આ વાયરસ ગંભીર છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ નવા સ્ટ્રેઈન મામલે લોકોને કહ્યું કે, સુરતના રહીશોને સતર્ક રહેવું જરૂરી છે.  

નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી... સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનનો હાહાકાર
  • છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 349 પોઝિટિવ કેસ નોંધાયા
  • આજે શનિવારે અને આવતીકાલે રવિવારે સુરતમાં કાપડ માર્કેટ બંધ રહેશે

તેજશ મોદી/સુરત :પહેલીવાર એવું બન્યુ છે કે, કોરોનાની લહેરમાં અમદાવાદ કરતા સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે. પરંતુ સુરતમાં કોરોનાની આ લહેર અત્યંત ડરામણી છે. કારણ કે, સુરતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન હાહાકાર મચાવી રહ્યો છે. નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી, તેમ છતાં આ વાયરસ ગંભીર છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ નવા સ્ટ્રેઈન મામલે લોકોને કહ્યું કે, સુરતના રહીશોને સતર્ક રહેવું જરૂરી છે.  

fallbacks

સુરત શહેરમાં કોરોનાના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શહેરમાં નવા સ્ટ્રેઈનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. નવા સ્ટ્રેઈનના લક્ષણો પણ દેખાતાં નથી. પરંતુ નવો સ્ટ્રેઈન અત્યંત ગંભીર છે. આ વિશે બંછાનિધિ પાનીએ લોકોને સતર્ક કર્યાં છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને માહિતી આપી કે, નવા સ્ટ્રેઈનમાં માથું નથી દુખતું. નવા સ્ટ્રેઈનમાં ખાંસી આવતી નથી. કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. તેથી સાવધ રહેજો. 

આ પણ વાંચો : અમદાવાદ-સુરત બાદ ગુજરાતના ત્રીજા શહેરમાં કરફ્યૂના સમયમાં વધારો કરાયો

તો બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 349 પોઝિટિવ કેસ નોંધાયા છે. કતારગામના 75 વર્ષીય પુરુષનું મોત નિપજ્યું છે. સૌથી વધુ 88 કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે. તો સામે 278 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હાલ 350 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ વચ્ચે આજે શનિવારે અને આવતીકાલે રવિવારે સુરતમાં કાપડ માર્કેટ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતાં ફેડરેશન ઓફ સુરત ટેસ્ટ સ્ટાઈલ ટ્રેડર્સ દ્વારા આ નિર્ણય લેવાયો છે. તો સામે મહાનગરપાલિકાના કમિશનરે બંધ રાખવા અપીલ કરી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા મોટા અપડેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More