Home> Gujarat
Advertisement
Prev
Next

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આચાર્યનું ભાજપ અને VHP સાથે હતું કનેક્શન, થયાં ચોંકાવનારા ખુલાસા

ગુજરાતના દાહોદમાં સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકીની હત્યા કરી નાખી.  પ્રિન્સિપાલે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને પકડાઈ જવાના ડરથી અને તેનું ગળું દબાવી દીધું. પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી છે.

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આચાર્યનું ભાજપ અને VHP સાથે હતું કનેક્શન, થયાં ચોંકાવનારા ખુલાસા

દાહોદ: દાહોદમાં 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં સૌથી શરમજનક હકીકત એ સામે આવી છેકે, આ માસૂમનો આરોપી તેની જ શાળાનો આચાર્ય નીકળ્યો.. 60 વર્ષના આ હવસખોર આચાર્યએ 6 વર્ષની ફૂળ જેવી બાળા પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી.. એક મોટો ખુલાસો એ પણ થયો છેકે, આરોપી આચાર્ય ગોવિંદ નટ્ટ ભાજપ અને VHP સાથે કનેક્શનમાં હતો.. ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતો અને અને સંઘ-VHPના કાર્યક્રમોમાં હાજરી આપતો.. જુઓ આ રિપોર્ટ.. 

fallbacks

દાહોદમાં 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરનારા આચાર્યની આ તસવીરો છે.. 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને બાળકીની ક્રુરતાપૂર્વક હત્યા કરનાર શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે.. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપી ગોવિંદ નટ્ટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે વિશ્વ હિંદુ પરિસદના કાર્યકમમાં ભાગ લેતો તેમજ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવા મળ્યો છે..

દાહોદની સીંગવડના પીપળિયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીનું ભાજપ કનેક્શન ખુલતા કોંગ્રેસ લાલઘૂમ છે.. કોંગ્રેસના તમામ નેતાઓ એક સ્વરમાં ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે.. 

આ પણ વાંચોઃ ખેડૂતો સાથે PM કિસાન યોજનાની લીંક મોકલી લાખોની છેતરપિંડી, અનેક ખેડૂતો બન્યા ભોગ

તો બીજી તરફ દાહોદની આ ઘટનાને શિક્ષણમંત્રીએ વખોડી કાઢી છે.. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપતા કહ્યું કે, પોલીસ આ દુષ્કર્મ આચાર્ય સામે કડકમાં કડક કલમ લગાવીને કાર્યવાહી કરશે.. 

દાહોદમાં ચાર દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો..19 સપ્ટેમ્બરે સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો.. 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More