No Water In Gujarat Dams : રાજ્યમાં હજુ 24 કલાક કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. અમદાવાદમાં 3 દિવસ માટે યલો અલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ બાદ ગુજરાતીઓને આકરી ગરમીમાંથી રાહત મળશે. 24 મે બાદ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. પરંતું
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માઠા સમાચાર એ છે કે, રાજ્યના કુલ 207 ડેમમાં માત્ર 41.95 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 22.45 ટકા પાણી બચ્યું છે. તો મધ્ય ગુજરાતના જળાશયોમાં માત્ર 35 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. ગત મે મહિનાની સરખામણીમાં ગુજરાતના જળાશયોમાં પાણી ઘટ્યું છે. જો વરસાદ સમયસર નહિ આવે તો ગુજરાતમાં પાણીનું સંકટ સર્જાશે.
સુખીસંપન્ન પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, આ કુરિવાજોને તિલાંજલિ આપવા કમર કસી
રાજ્યમાં ઝોન વાઈઝ જળાશયોની સ્થિતિી વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 35.18 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમમાં 35.16 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 30.46 ટકા પાણી છે. તો દક્ષિણ ગુજરાતમાં ગત ચોમાસાની સિઝનમાં સારો વરસાદ થયો હતો. અહીંના 13 ડેમમાં 45.76 ટકા પાણીનો જળસંગ્રહ છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.25 ટકા પાણીનો જથ્થો છે. એકંદરે ગુજરાતના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ અત્યારે 780 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઓછો છે. એકબાજુ ગુજરાત સરકારે દાવો કર્યો છે કે આ વખતે ઉનાળાની સિઝનમાં લોકોને પાણીની તકલીફ નહીં પડે. જોકે રાજકોટ, બનાસકાંઠા સહિતના રાજ્યના સાત જિલ્લાના ગામમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. જેના કારણે અહીંયા ટેન્કર વડે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
ભાવનગરમાં જર્જરિત ઈમારતનો એક ભાગ ધરાશાયી, અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા
ટેન્કરોનો વપરાશ વધ્યો
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મેગાસિટી અમદાવાદમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. અમદાવાદ પૂર્વમાં પીવાનું પાણી આવતું ન હોવાની ફરિયાદો વધી છે. AMCના 5 વોર્ડમાં ટેન્કરથી પાણી આપવા 44 લાખનો ખર્ચ કરાશે તેવો નિર્ણય કરાયો છે. હાલ પૂર્વ વિસ્તારો જેવા કે, વસ્ત્રાલ, ગોમતીપુર, નિકોલ, વિરાટનગરમાં પાણીની સમસ્યા છે. તો ભાઈપુરા વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.
પાટીદાર યુવકોના મનની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ ગાડી હૈ.. પર બીવી નહિ
પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે નવુ મેચ મેકિંગ કરશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે