ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહિ. સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે. એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.
તેમણે જણાવ્યું કે, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અને વેચાણ પર પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આવી બાબતો ધ્યાને આવશે તો તેમની સામે ગુનો નોંધાશે. ગઈકાલે દૂધના કેનમાં પાન મસાલાની હેરફેર સંદર્ભે રાજકોટ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓનો દુરુપયોગ ન થાય તે માટે પણ પોલીસ સચેત છે. એ જ રીતે આંતર જિલ્લા હેરફેર માટે પણ માત્ર અધિકૃત પાસના આધારે જ હેરફેર થઈ શકશે. એટલે કોઈએ પાસ વગર નીકળવું નહિ. પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી ખાતે નકલી પાસ બનાવીને અમરેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ પણ કરી દેવાઈ છે.
પોલીસ કર્મચારીઓને થઈ રહેલા કોરોના સંક્રમણ અંતે શિવાનંદ ઝાએ કહ્યું કે, લૉકડાઉન સંદર્ભે પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમાં સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓની તબિયત સારી છે. 67 પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા હતા તે સ્વસ્થ થઈ ગયા છે. તકેદારીના ભાગરૂપે 601 જેટલા કર્મીઓ હોમ ક્વોરોન્ટાઈન હેઠળ હતા. તે તમામ લોકોએ ક્વોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે