અમદાવાદઃ આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીની મત ગણતરી 8 ડિસેમ્બરે થશે. ચૂંટણીની જાહેરાત સાથે તમામ રાજકીય પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની નવમી યાદી જાહેર કરી દીધી છે.
આમ આદમી પાર્ટીએ પોતાની નવમી યાદી જાહેર કરી
આ વર્ષે રાજ્યમાં જોરશોરથી વિધાનસભા ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની નવમી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીના આ યાદીમાં 10 ઉમેદવારો જાહેર કર્યાં છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 118 ઉમેદવારો જાહેર કરી દીધા છે.
આ પણ વાંચોઃ Opinion Poll: મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
આજે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર
1. કલોલ (ગાંધીનગર)- કાંતીજી ઠાકોર
2. દરિયાપુરથી તાજ કુરેશી
3. જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી
4. દસાડાથી અરવિંદ સોલંકી
5. પાલીતાણાથી ડોક્ટર ઝેડ પી ખેની
6. ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ
7. પેટલાદથી અર્જુન ભરવાડ
8. નડિયાદથી હર્ષદ વાઘેલા
9. હાલોલથી ભરત રાઠવા
10. સુરત ઇસ્ટ થી કંચન જરીવાલા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે