Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બન્યા હતા. પરંતુ આજના મતદાનમાં એવી અમુક ઘટનાઓ બની હતી, જેણે જોઈને આશ્ચર્ય થયું હતું.
સુરતની વરાછા બેઠક પર આજે સવારે અલગ જ રંગ જોવા મળ્યો હતો. આજે સવારે એવું બન્યું કે ભાજપ અને આપના ઉમેદવાર એક સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા હતા. મતદાન સામે મળેલા કાનાણીને કથીરિયા પગે લાગ્યા હતા. કાકાએ પણ ભત્રીજાને આશીર્વાદ આપ્યા હતા. વરાછા બેઠક પર આ વખતે રસાકસીનો મુકાબલો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથીરીયા આમને સામને આવી ગયા હતા. જે બાદ અલ્પેશ કથીરીયા કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા હતા. કાકા કુમાર કાનાણીએ આશીર્વાદ આપ્યા હતા. કોણ જીતશે તેના જવાબમાં બંને જણાએ જનતા જીતશે તેમ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે