Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Election 2022: ગુજરાતમાં 2002 બાદ હવે કોઈ દાદાઓ રહ્યાં નથી, અમદાવાદમાં બોલ્યા અમિત શાહ

Amit Sham election rally at ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પર પ્રહારો કર્યાં હતા. 

Gujarat Election 2022: ગુજરાતમાં 2002 બાદ હવે કોઈ દાદાઓ રહ્યાં નથી, અમદાવાદમાં બોલ્યા અમિત શાહ

મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાતમાં જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 93 સીટો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ આવશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વેજલપુરથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરના સમર્થનમાં સભા સંબોધી હતી. 

fallbacks

અમિત શાહના સંબોધનની મોટી વાતો
અમદાવાદના પ્રહલાદનગર નજીક આવેલા કોર્પોરેશન પ્લોટમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, હું આ વિસ્તારમાંથી વર્ષ 1994માં ચૂંટાયો હતો. દેશના સૌથી વિકસિત વિસ્તારમાંથી એક વેજલપુરનો ભાગ છે. તેમણે કહ્યું કે 2002માં ગુજરાતમાં એકેય દાદાઓ રહ્યાં નથી. તેમણે કહ્યું હતું કે એક સમયે કાંકરિયા લેક દુર્ગંધ મારતું હતું. પરંતુ હવે અટલ ટ્રેનમાં પરિવાર પોતાના બાળકો સાથે ફરે છે. 

અમિત શાહે કહ્યું કે, આજે 26-11 છે, તમને બધાને યાદ છે ને. તેમણે કહ્યું કે, 26-11 મહારાષ્ટ્રમાં બ્લાસ્ટ થયો હતો અને સરકાર જોઈ રહી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં લોહીની નદી વહેવાની વાત કરતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં કાકરીચાંળો કરી શક્યા નથી. તેમણે લોકોને કહ્યું કે, 1 જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરાવી લો ભવ્ય રામમંદિર તૈયાર થઈ રહ્યું છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર હેઠળ સતત વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે અનેક વિકાસના કામ કર્યાં છે. 

આ પણ વાંચોઃ Gujarat Election 2022: પોરબંદરમાં IRB જવાનો વચ્ચે ઘર્ષણ, ફાયરિંગમાં બેના મોત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More