Gujarat Election 2022: અમદાવાદમાં સતત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદમાં રોડ-શો યોજાયો છે. સીએમના ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. લપકામણ ગામથી સીએમનો રોડ શો શરૂ થયો છે અને વિવિધ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે. જેમાં આબાદ નગર, હનુમાનજી મંદિર , નંદન પાર્ક, ઉમિયા મંદિર, આરોહી ક્લબ રોડ સહિતના વિસ્તારમાંથી આ રોડ-શો નીકળવાનો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોને લઈ કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમદાવાદમાં રોડ-શોમાં બોપલ રીંગ રોડથી આંબલી ગામ સુધી રોડ-શો યોજાશે. જેમાં આબાદ નગર, હનુમાનજી મંદિર , નંદન પાર્ક, ઉમિયા મંદિર, આરોહી ક્લબ રોડ સહિતના વિસ્તારમાંથી આ રોડ-શો નીકળવાનો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોને લઈ કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
સતત બીજા દિવસે CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો...બોપલ રીંગ રોડથી આંબલી ગામ સુધી યોજાશે રોડ શો..
ગઈકાલે (શનિવાર) પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય ઘાટલોડિયામાં રોડ શો નીકળ્યો હતો. મેમનગરના સુભાષ ચોકથી બોડકદેવ સુધી ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ઘાટલોડિયા વિધાનસભામાં અંદાજિત 12 કિમી કરતાં લાંબો રોડ શોમા તેમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.
CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો : લપકામણમાં મુખ્યમંત્રીએ લોકો વચ્ચે જઈ અભિવાદન ઝીલ્યું...
અમદાવાદના ઘાટલોડિયામાં સીએમનો ભવ્ય રોડ શો મેમનગરના સુભાષ ચોકથી બોળકદેવ સુધી યોજાયો હતો. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીનો પોતાના મત વિસ્તારમાંનો આ રોડ શો ખાસ બની રહ્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઇ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. મેમનગરના સુભાષ ચોકથી શરૂ કરી ઘાટલોડિયા વિધાનસભાના વિવિધ વિસ્તારમાં તેઓ ફરવા નીકળ્યા હતા. રોડ શો સુભાષ ચોક, નિકિતા પાર્ક, સત્તાધાર ક્રોસ રોડ, ગુલાબ ટાવર, ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર થઇ બોડકદેવ પહોંચશે.
અમદાવાદની એક એવી બેઠક જે ભાજપ માટે સલામત સીટ ગણાય છે, એટલે ઘાટલોડિયા બેઠક. આ સીટે ભાજપને બે મુખ્યમંત્રી પણ આપ્યા છે. 2012 આનંદીબેન પટેલ આ બેઠક પરથી જીત્યા હતા. 2014 માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય આનંદીબેન પટેલને મુખ્યમંત્રીનો તાજ મળ્યો હતો.
2017 માં આ બેઠક પરથી આનંદીબેનના ખાસ ગણાતા ભુપેન્દ્ર પટેલ જીત્યા હતા, અને 2021 માં તેમના શિરે મુખ્યમંત્રીનો તાજ આવ્યો હતો. ભાજપમાંથી આ બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે, તો કોગ્રેસમાંથી દિગ્ગજ નેતા અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડશે. તો આપમાંથી વિજય પટેલ ઉમેદવાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે