ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં 23 IPS અને SPS અધિકારીઓ અને 82 Dy SP અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પોલીસ બેડામાં બદલીઓના આદેશ અપાયા છે. મહત્વની વાત એ છે કે સુરત શહેર DCP ઉષા રોડાને સુરત ઝોન-3માં મુકાયા છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં બદલીનો દોર
ગુજરાતમાં IPS અને SPS અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતીના આદેશ અપાયા છે. IPS આર.બી. બ્રહ્મભટ્ટની ADG ગાંધીનગરથી CID (ક્રાઇમ અને રેલવેઝ) ગાંધીનગર તરીકે બદલી કરાઈ હોય તેમની ખાલી જગ્યાએ IPS બ્રજેશ કુમાર ઝા વધારાનો હોદ્દો સંભાળશે.
જાણો કોને ક્યાં મૂકાયા?
મહત્વનું છે કે, 23 IPS અધિકારીઓના ચાર્જ બદલાયા બાદ વધુ 82 DySp અધિકારીઓની બદલીના આદેશ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. 2017-18 બેચના DySPને ડાયરેક્ટ પોસ્ટિંગ અપાયું છે, જ્યારે સિનિયર IPSની બદલી 2 દિવસમાં થવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે