Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મત વિસ્તારોમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સત્તા કાયમી રાખવા માટે ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલે હાથમાં લીધી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ચેનપુરથી એક રોડ શોથી શરૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જો કે સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન એક એવી ઘટના બની કે તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના રોડ સમયે એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ વધવા દીધી હતી. ઓગણજમાં CMના રોડ શો સમયે એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સને નીકળવા માટે રસ્તો કર્યો હતો.
અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો પ્રચારના અંતિમ દિવસે ચેનપુર ગામથી CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરૂ થયો હતો. આ રોડ શો ઓગણજ ગામ સુધી યોજવામાં આવ્યો છે. રોડ શોમાં સીએમે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડમાં શોમાં હાજર રહ્યાં હતા. બીજી બાજુ CM ભૂપેન્દ્ર પટેલનું રોડ-શોમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પટેલે પણ લોકોનો પ્રેમ જોઈને લોકો સાથે હાથ મિલાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના રોડ શો બાદ દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શો કરી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો છે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે