ઝી બ્યૂરો, અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને જોરશોરથી પ્રચાર પણ થઈ રહ્યો છે. ત્યારે આ ચૂંટણી મામલે તમારા મનમાં ઘણા સવાલો હશે. જેના જવાબ આજે તમને જણાવીશું. વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. જેના માટે રાજકીય પાર્ટીઓ ખૂબ ખર્ચ પણ કરી રહી છે. સભાઓ, રેલીઓ, ભોજન સમારોહનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે તમને સવાલ થતો હશે કે આ ખર્ચની પર કોઈ નજર હોય છે ખરા? આ ખર્ચની કોઈ લિમિટ છે ખરા? જવાબ છે હા. આ ખર્ચ પર ચૂંટણી પંચ નજર રાખે છે. અને દરેક ઉમેદવાર ચૂંટણીમાં એક ચોકક્સ રકમ જ ખર્ચ કરી શકે છે. આવા જ અન્ય ચૂંટણીને લગતા સવાલોના જવાબ જાણીએ આ આર્ટિકલમાં.
ઉમેદવાર વધુમાં વધુ કેટલો ખર્ચ કરી શકે?
આ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર દીઠ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની મર્યાદા આપાવામાં આવી છે. ચૂંટણી ખર્ચ માટે એક જ બેંક ખાતું ખોલાવવાનું રહે છે. રૂા.10 હજાર કે તેના ઉપરના તમામ પ્રકારના આર્થિક વ્યવહાર ચેકથી કરવાના રહેશે. આ ખર્ચ પર ચૂંટણી પંચની કડક નજર હોય છે. ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારનો ખર્ચનો હિસાબ આપવાનો રહે છે. જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે.
ફોર્મ ભરતા સમયે કેટલી ડિપોઝિટ ભરવાની?
વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરતા સમયે દરેક ઉમેદવારે 10 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવાની રહે છે. અને જો જે-તે ઉમેદવારને કુલ મતના છઠ્ઠા ભાગના મત ન મળે તો એ ઉમેદવારને ડિપોઝિટ પાછી નથી મળતી.
કોઈનું ફોર્મ રદ્દ થઈ શકે ખરા?
જી હાં, જો કોઈ ઉમેદવારે ફોર્મ અધુરી કે અસ્પષ્ટ વિગતો આપી હોય તો તેનું ફોર્મ રદ્દ થઈ શકે છે. સાથે જ જો કોઈ ઉમેદવારે ખોટી વિગતો આપી હોય તો પણ તેનું ફોર્મ રદ્દ થઈ શકે છે.
આચારસંહિતાનો ભંગ થાય તો?
ચૂંટણી દરમિયાન કેટલી બાબતોનું પાલન કરવું જરૂરી છે તેનો ઉલ્લેખ આચારસંહિતામાં કરવામાં આવ્યો છે. કોઈપણ રાજ્યની ચૂંટણી જાહેરત થતાની સાથે જ ત્યાં આચારસંહિતા લાગૂ પડી જાય છે અને જો કોઈ આચરસંહિતાનો ભંગ કરે તો તેને ચૂંટણી પંચ દંડિત કરી શકે છે. આવા લોકોને ચૂંટણી લડતા અટકાવી શકાય છે. અને આચાર સંહિતાના ભંગ બદલ તેમને જેલની સજા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે