Gujarat Chutani Result 2022: બનાસકાંઠા જિલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. તો સહકારી ક્ષેત્રે ભાજપ વર્ચસ્વ ધરાવે છે.બનાસકાંઠા બેઠક પર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. તેમજ ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટબેન્ક ધરાવે છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે.
બનાસકાંઠા
4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..
દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી
કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી
ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ
બનાસકાંઠા
દિયોદર વિધાનસભા
સાતમો રાઉન્ડ પૂર્ણ
ભાજપ 18486 મતથી આગળ.
દીયોદર વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
દિયોદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં દિયોદર અને દિયોદર તાલુકાના અને ડીસા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. દિયોદર વિધાનસભા બેઠકમાં 2.53 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1.33 લાખ પુરૂષ મતદારો અને 1.20 લાખ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જેમાં કુલ 265 મતદાન કેન્દ્રોનો સમાવેશ થાય છે.
2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં દિયોદરમાં ભાજપમાંથી કેશાજી શિવાજી ચૌહાણ, કોંગ્રેસમાંથી શિવાભાઈ ભુરીયા જે હાલ ચાલુ ધારાસભ્ય છે.તો આમ આદમી પાર્ટીમાંથી ભેમાભાઈ ચૌધરી મેદાનમાં છે.
2017ની ચૂંટણી
2017ની વિધાનસભા ચૂંટણીમાં દિયોદર બેઠક પરથી કોંગ્રેસનાશિવાભાઈ ભૂરિયા 80,432 મતથી ચૂંટાયા હતા. તેમણે ભાજપના કેશાજી ચૌહાણને પરાજિત કર્યા હતા.
2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં દિયોદર બેઠક પરથી ભાજપના કેશાજી ચૌહાણ 76,265 મતથી ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારગોવાભાઈ રબારીને પરાજિત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે