Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Election 2022: આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 37 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાકી

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ દ્વારા બીજા તબક્કાની ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખના એક દિવસ પહેલા સુધી 37 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ વગર જ ઉમેદવારી નોંધાવી દીધી છે. 

Gujarat Election 2022: આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 37 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાકી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજા તબક્કાના ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલ એટલે કે 17 નવેમ્બરે છેલ્લો દિવસ છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી પોતાના 37 ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી. માહિતી મળી રહી છે કે કોંગ્રેસે આ બેઠક પરના ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપી દીધી છે. 

fallbacks

કોંગ્રેસના 37 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત બાકી
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટ પર બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. પરંતુ બીજા તબક્કા માટે આવતીકાલ, 17 નવેમ્બરે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ બીજા તબક્કાની 37 સીટો પર હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી. 

આ પણ વાંચોઃ કોણ છે સુરતમાં ભાજપ-કોંગ્રેસ-AAPના કરોડપતિ ઉમેદવારો, ઈટાલિયા પર સૌથી વધુ ફરિયાદ

મેન્ડેટ વગર ઉમેદવારોએ ભર્યાં ફોર્મ
કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોની જાહેરાતની સાથે કેટલીક બેઠકો પર વિવાદ પણ જોવા મળ્યો છે. કાર્યકર્તાઓ ઉમેદવારને લઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. તો કોંગ્રેસના કેટલાક નેતાઓએ પાર્ટીના મેન્ડેટ વગર ઉમેદવારી નોંધાવી દીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસે 37 બેઠકો પર ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપી દીધી છે. તો લાખાભાઈ ભરવાડ, ખાતુ પગી, પ્રભાતસિંહ ચૌહાણ સહિતના ઘણા નેતાઓએ પાર્ટીના મેન્ડેટ વગર જ ફોર્મ ભરી દીધા છે. 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી 145 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ત્રણ બેઠકો પર એનસીપી સાથે ગઠબંધન પણ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More