ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા જિલ્લો ઘણો મહત્વનો છે. આ કારણે તેને ગુજરાતની રાજનીતિની પ્રયોગશાળા કહેવામાં આવે છે. હાલમાં ઉંઝા બેઠક ભાજપ પાસે છે. પરંતુ આશાબહેન પટેલનું નિધન થતાં બેઠક ખાલી હતી. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આજે વાત કરીશું મહેસાણાની ઉંઝા બેઠકની. કોંગ્રેસ પણ હાલમાં આ બેઠક પર જોર લગાવી રહ્યું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. પરંતુ આ સત્તા બહુ લાંબો સમય સુધી ટકી શકી ન હતી. કેમ કે આશાબહેન પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના કારણે ઉંઝા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આશાબહેન પટેલ ભાજપની ટિકીટ પરથી વિજયી બન્યા હતા.
બેઠક પર મતદારો:
આ બેઠક પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું સ્થાન છે. અહીંયા ખેડૂતો વરિયાળી અને જીરાનું ઉત્પાદન કરે છે. આ સીટ પર પાટીદારોનું વર્ચસ્વ માનવામાં આવે છે. અહીંયા 38 ટકા પાટીદાર મત છે. પાટીદારોના મત જેના પક્ષમાં જાય છે તેનો વિજય નક્કી માનવામાં આવે છે. પાટીદાર મતદારોના કારણે આ બેઠક બીજેપીનો ગઢ માનવામાં આવે છે.
2019નું પરિણામ:
2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના આશા પટેલને 77 હજાર 459 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ પટેલને 54 હજાર 387 મત મળ્યા હતા.
ઉંઝા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 અંબાલાલ પટેલ કોંગ્રેસ
1967 પી એસ મોહનલાલ SWA
1972 શંકરલાલ ગુરુ કોંગ્રેસ
1975 કાંતિ પટેલ IND
1980 કાનજી પટેલ JNP
1985 ચીમનભાઈ પટેલ JNP
1990 ચીમનભાઈ પટેલ JD
1995 નારણ પટેલ ભાજપ
1998 નારણ પટેલ ભાજપ
2002 નારણ પટેલ ભાજપ
2007 નારણ પટેલ ભાજપ
2012 નારણ પટેલ ભાજપ
2017 ડો. આશા પટેલ કોંગ્રેસ
2019 ડો. આશા પટેલ ભાજપ
સીટનું રાજકીય સમીકરણ:
વર્ષ 1995થી બીજેપીના નારણ પટેલ બેઠક પરથી જીતતા રહ્યા છે. પરંતુ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પોતાના નામે કરી લીધી. કોંગ્રેસના ડૉ. આશા પટેલે ભાજપના ઉમેદવાર નારણ પટેલને મોટા અંતરથી હરાવ્યા હતા. તેના બે વર્ષ પછી ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. અને 2019માં ઉંઝા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ. હાલમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે