સુરતઃ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની પાર્ટી છોડવાની મોસમ પણ ચાલી રહી છે. ગઈકાલે ભાજપના પૂર્વ શહેર ઉપ પ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ પાર્ટી છોડી દીધી હતી. ભાજપનો સાથ છોડનાર શર્માએ હવે આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો છે. પીવીએસ શર્મા આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ભાજપ છોડી આપમાં જોડાયા
સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ મંગળવારે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક વર્ષમાં પાર્ટીમાં હાસિંયામાં ધકેલાઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ ભાજપ છોડ્યા બાદ આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસ શર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના નજીકના ગણવામાં આવે છે.
આ પણ વાંચોઃ સાત ટર્મથી 'અજેય' છોટુ વસાવાનું પત્તુ પુત્ર મહેશ વસાવાએ કાપ્યું! કઈ સીટ પરથી લડશે?
સુરત મનપામાં કોર્પોરેટર રહી ચુક્યા છે શર્મા
પીવીએસ શર્મા સુરત ભાજપના ઉપ પ્રમુખ રહી ચુક્યાં છે. તેઓ પૂર્વ આવકવેરા અધિકારી હતા. ત્યારબાદ ભાજપમાં સામેલ થયા હતા. તેઓ ભાજપની ટિકિટ પર જીતીને સુરતમાં કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. હવે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ હર્ષ સંઘવી અને પાટિલના ગઢમાં ગાબડું પાડ્યું છે. આપના પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકે તેમનું ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
કોણ છે પીવીએસ શર્મા
પીવીએસ શર્મા પૂર્વ આવકવેરા અધિકારી રહી ચુક્યા છે. ત્યારબાદ તેમણે સરકારી નોકરી છોડી રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો અને ભાજપમાં જોડાયા હતા. તેમને પાટિલના નજીકના માનવામાં આવતા હતા. તેઓ સંગઠનમાં પણ અલગ-અલગ હોદ્દા પર કામ કરી ચુક્યા છે. પીવીએસ શર્માની પરપ્રાંતીય મતદારો પર પકડ છે. સુરતના ઉધના અને લિંબાયત વિસ્તારમાં તેમની છાપ પણ સારી છે. એટલે કે આમ આદમી પાર્ટી તેમને ટિકિટ આપે તો પણ નવાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે