શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે 2 રૂપિયાનો સિક્કો લઈને આવ્યા હતા.
સાબરકાંઠાના પ્રાંતિજમાં એક મહિલા ઉમેદવાર સરપંચનું ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરતુ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવા માટે મહિલા ઉમેદવાર પોતાની સાથે ચિલ્લર લઈને આવ્યા હતા. તેમણે ફોર્મની સાથે 2 રૂપિયાના ઢગલાબંધ સિક્કા લઈને આવ્યા હતા. તેમણે ટેબલ પર સિક્કાનો ઢગલો કરી દીધો હતો. તો 2 રૂપિયાના સિક્કા ગણતા અધિકારીને પણ પરસેવો છૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજની 27 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 97 ફોર્મ ભરાયા છે. તો 27 ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્યો માટે 188 ફોર્મ ભરાયા છે. આજે ગ્રામ પંચાયતની ચુંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. ગઈ કાલે સરપંચ માટે ૩૯૮ અને સભ્યો માટે ૧૨૧૫ ની ઉમેદવારી પત્રો ભરાયા હતા. 260 સરપંચ બેઠક અને ૨૨૩૪ વોર્ડ સદસ્ય બેઠક માટે ચુંટણી પ્રક્રિયા થશે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ટેન્શનભર્યો માહોલ, યુકેથી આવેલો મુસાફર લઈને આવ્યો કોરોના
ગુજરાતમાં 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો હતો. 6 ડિસેમ્બરે ચૂંટણી માટેના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 7 ડિસેમ્બરે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. 10 હજારથી વધુ સરપંચ અને 89 હજારથી વધુ ગ્રામ પંચાયતના સભ્યો માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. 19 ડિસમ્બરે ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પરિણામ જાહેર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે