Home> Gujarat
Advertisement
Prev
Next

Anand Gujarat Chutani Result 2022 આણંદમાં આ વખતે કોણ થશે વિજેતા? કોને મારી બાજી, કોણ હાર્યું

anand Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
 

Anand Gujarat Chutani Result 2022 આણંદમાં આ વખતે કોણ થશે વિજેતા? કોને મારી બાજી, કોણ હાર્યું

anand Gujarat Chutani Result 2022: આણંદ બેઠક પર ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર સમાજનું પલડું ભારે છે. વસ્તીની દ્રષ્ટિએ અહીં મુસ્લિમ અને ખ્રિસ્તીના પણ બહોળા મત છે. જેથી આ તમામ મતને એકસાથે રાખવા કોઈપણ રાજકીય પક્ષ માટે જરૂરી બની જાય છે.

fallbacks

આણંદ વિધાનસભા બેઠકઃ- 
વર્ષો સુધી ભાજપનો ગઢ રહેલી આણંદ બેઠક પર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. આણંદ જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકો છે. જેમાંથી 5 બેઠક કોંગ્રેસ પાસે છે અને 2 બેઠક ભાજપ પાસે છે. આ વિધાનસભા બેઠક હેઠળ આણંદ તાલુકાનો કેટલોક ભાગ આવે છે. આ ઉપરાંત લાંભવેલ, જોલ, વાલાસણ, સાંડેસર, મેઘવા ગણ, ગણ, વાંસ ખિલીયા, જીટોડિયા, હડગુડ, જાખરીયા, નવલી, ખાંડલી, આણંદ (એમ), મોગરી, ગામડી, બાકરોલ, વલ્લભ વિદ્યાનગર (એમ), કરમસદ (એમ), વિઠલ ઉદ્યોગનગર (આઈ.એન.એ.) સહિતના ગામનો આ બેઠક હેઠળ સમાવેશ થાય છે.

આણંદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
ભાજપ ઉમેદવાર YOGESH R. PATEL નો 41623 મતથી જીત્યા
બોરસદ બેઠક પર કોંગ્રેસની કારમી હાર

2022ની ચૂંટણીઃ-
આ વખતે આણંદ બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે. 

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    યોગેશ પટેલ    
કોંગ્રેસ     કાંતિ સોઢા પરમાર
આપ    ગિરીશ શાંડિલ્ય

2017ની ચૂંટણીઃ-
આણંદ બેઠક પર 1990 સુધી કોંગ્રેસ જીતી રહી હતી. પરંતુ 1994ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર જંગી સરસાઈથી જીત મેળવી હતી. ત્યારબાદ આ બેઠક પર ભાજપનો કબજો ચાલુ રહ્યો હતો પણ સરસાઈ પાતળી થઈ રહી હતી. આ દરમિયાન કોંગ્રેસે ફરી 2017માં આ બેઠક જીતી લીધી હતી. 2017માં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારનો વિજય થયો હતો. કાંતિભાઈ સોઢાપરમારને 98,168 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને 92,882 મત મળ્યા હતા. 2017 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 47.7 ટકા અને 50.42 ટકા મત મળ્યા હતા. 

2012ની ચૂંટણી:-
2012માં આ બેઠક પર ભાજપની ટિકિટ પર દિલિપભાઈ પટેલ ચૂંટાઈને આવ્યા હતા જે ભૂતકાળમાં 1995, 1998 અને 2002માં પણ આણંદ બેઠક પરથી જ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More