Home> Gujarat
Advertisement
Prev
Next

ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ

Khajur Bhai : ગઢડાના ભીમડાદ ગામે ખજૂરભાઈ આવતા આખું ગામ જોવા ઉમટ્યું; નીરાધાર ભાઈ-બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી
 

ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ

Bhavnagar News : ગુજરાતમા આમ તો અનેક મોટા દાનવીરો છે, જે કરોડો રૂપિયાની મદદ હસતા હસતા કરી છે. જેઓ દાનની સરવાણી વહાવે ત્યારે પૈસા તરફ જોતા નથી. પરંતું છતા ખજૂરભાઈ આ સૌ દાનવીરોમાં સૌથી વધુ પોપ્યુલર છે. જેને ગુજરાતમાં ગરીબોના મસીહા કહેવાય છે. ખજૂરભાઈની માનવતાના કિસ્સા ગામેગામ વખાણાય છે. ગરીબોનું દર્દ સાંભળીને દોડી આવતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ હવે ગરીબોના મસીબા બની ગયા છે. ત્યારે આ મસીહા ફરી એકવાર નિરાધાર ભાઈ-બહેનની મદદે આવ્યા છે. 

fallbacks

ખજૂરભાઈ બોટાદના ગઢડાના ભીમડાદ ગામે નિરાધાર ભાઈ બહેનની વહારે આવ્યા હતા. ભીમદાડ ગામે છેલ્લાં કેટલાય વર્ષોથી બંને ભાઈ બહેન કાચાં મકાનમાં રહે છે. બંને ભાઈ બહેન માનસિક બિમાર અને અશક્ત છે. ત્યારે ગામના યુવાનો દ્વારા વીડિયો બનાવી ખજુરભાઈ સુધી પહોંચાડવામાં આવ્યો હતો, ત્યારે ભાઈ-બહેનનું દર્દ જોઈને ખજુરભાઈ ભીમદાડ દોડી આવ્યા હતા. તેઓએ બંને ભાઈ બહેનને નવું મકાન બનાવી આપવાની ખાતરી આપી છે. તેમજ હાલ નવું મકાન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. 

રૂપાલાથી નારાજ બાપુઓને મનાવવા પાટીલ આજે રાજકોટ જશે, ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ

 

fallbacks

ખજુરભાઈ ભીમડાદ આવ્યાં છે તે સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાલ જૂનું ઝૂપડું તોડીને નવું મકાન બનાવવાન કામગીરી શરૂ કરવામાં આવી છે. જીબીસી બોલાવી કાચું મકાન જમીન દોસ્ત કરી દેવાયું છે, અને જલ્દી જ નવુ મકાન બનાવવાની કામગીરી થશે. આમ, ખજૂરભાઈને કારણે ભાઈ-બહેનને નવું મકાન મળશે. 

ઉલ્લેખનીય છે કે, ખજૂરભાઈની માનવતાના અનેક કિસ્સાઓ છે. ગરીબોનું દર્દ સાંભળીને ખજૂરભાઈ દોડી આવે છે. 

ભયંકર ગરમી વચ્ચે ગુજરાતનું મોસમ કરવટ બદલશે, રાહત થાય તેવી નવી આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More