Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં ગાડીની સ્પીડ 30થી વધારે કરી તો ડ્રાઈવરને તુરંત આવશે એલર્ટ, મોનિટરિંગ સિસ્ટમ ગોઠવાઈ

ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક  પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરીંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય છે.

ગુજરાતમાં અહીં ગાડીની સ્પીડ 30થી વધારે કરી તો ડ્રાઈવરને તુરંત આવશે એલર્ટ, મોનિટરિંગ સિસ્ટમ ગોઠવાઈ

ઝી બ્યુરો/જુનાગઢ: અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ગુજરાતના સાસણ ગીરમાં સિંહ અને વન્ય જીવોનું કેવી રીતે સંરક્ષણ થઈ રહ્યું છે. ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક  પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરીંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય છે. ત્યારે રિયલ ટાઈમમાં  ઇલેક્ટ્રોનિક બોર્ડ પર 'વાઇલ્ડલાઇફ અહેડ' જેવા સંદેશાઓ દેખાય છે.

fallbacks

હવે ગુજરાતમાં ખતરાને 3 કલાક જ બાકી! ફરીથી શરૂ થશે કહેર! લોકોને સતાવી રહ્યો છે આ ડર

સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે 30 કિલોમીટર પ્રતિ કલાક છે. જો કોઈ વાહન મર્યાદા કરતા વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ કરવામાં આવે છે. વન્યપ્રાણીઓની સલામતી માટે, ગુજરાત વન વિભાગે ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરી છે જે અકસ્માતો અટકાવવા માટે રસ્તા પર સિંહ, દીપડા જેવા પ્રાણીઓની પ્રવૃત્તિઓ અને દેખરેખ રાખશે. અમે અન્ય પ્રાણીઓની ગતિવિધિઓ નોંધવા માટે તેમની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખીએ છીએ.

ધરતીપુત્રોને માથે આવી ગયું મોટું સંકટ! કુદરતની થપાટ તો જુઓ! આ પાકોને સોથ વાળી દીધો..

વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્સર લગાવવામાં આવ્યા છે. ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે. ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણ-ગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનને મોકલવામાં આવે છે.

એડવેન્ચરમાં રસ હોય તો સરકાર મફતમાં કરાવે છે આ કોર્ષ, જાણી લો ક્યાં કરશો અરજી અને કઈ...

આ ટેક્નોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓની જ નહીં પણ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે. હાલ ડ્રાઇવરોને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરીને, અથડામણનું જોખમ ઓછું તે માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More