સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લામાંથી સહકારી ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓલપાડની મહત્વની એવી કાંઠા સુગરના પ્રમુખે અચાનક એકાએક રાજીનામું આપી દીધું છે. સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હંડકપ મચી ગયો છે. હાલ રાજીનામાં પાછળ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ! એક જ દિવસમાં નોંધાયા નવા 21 કેસ, બેદરકારી ભારે પડશે
સુરત જિલ્લાની ઓલપાડ તાલુકાના સરસ ગામ સ્થિત કાંઠા સુગર મિલના ચેરમેને આજે અચાનક પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હડકમ્પ મચી ગયો છે. અચાનક રાજીનામાંને લઈ સહકારી ક્ષેત્રમાં અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. જોકે રાજીનામુ આપનાર કાંઠા સુગર મિલના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા રાજીનામુ આપવા પાછળના કારણ જણાવ્યા હતા.
સુરતીઓને માથે મોટી ઘાત! પરિવાર સાથે જમ્યા બાદ 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક મોત
કાંઠા વિસ્તારમાં હાલ શેરડીનું વાવેતરનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે અને લોકો ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. જેને લઈ સુગર મિલોમાં શેરડીની અછત સર્જાઈ રહી છે. ઉપરાંત ગત વર્ષે સુગર મિલ દ્વારા લોનના 25 કરોડ રૂપિયાની એકસાથે ભરપાઈ કરવામાં આવી હતી. જેને લઈ થોડી પૈસાની ખેંચ હતી. જેને લઈ હવે સુગર મિલ ચલાવી અશક્ય છે. જેને લઈ પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે.
અજીબોગરીબ કિસ્સો! ટ્રેન ચૂકી જતા વ્યક્તિએ આખી ટ્રેનના પેસેન્જરના જીવ પડીકે બાંધ્યો!
જોકે પ્રમુખ કિરીટ પટેલે ભ્રષ્ટાચારના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને દર વર્ષે મિલમાં ઓડિટ કરવામાં આવે છે અને જનરલ સભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે.
ખૂંખાર આરોપી ઝડપાયો! 20થી વધુ ગુના આચરી ચૂકેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે