Gujarat Government Alert On Pneumonia in China: કોરોના બાદ ચીનમાં આવેલા રહસ્યમય બીમારીએ માથુ ઉચક્યું છે. ચીનની આ બીમારી અન્ય દેશોમાં ન ફેલાય તે માટે સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતે પણ આદેશ આપ્યા છે. ત્યારે ચીનમાં બાળકોમાં જોવા મળેલ શ્વાસની બિમારીને લઈને ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સુચના બાદ ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારે કહ્યું કે, હાલ દેશમા આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ગુજરાતની હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, એચ આર, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ. PSA અને ઓક્સિજન પ્લાન્ટટ કાર્યરત છે કે કેમ તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ. તેમજ ફાયર સેફ્ટી અને ઈન્સ્ટ્રુમેન્ટ સેફ્ટી ઓડિટ કરવા તેમજ વેંટીલેટર, પીપીઈ કીટ વગેરે ઉપલબ્ધ રાખવા સુચના અપાઈ.
ગુજરાત સરકાર દ્વારા તમામ આરોગ્ય તબીબી સેવાઓને જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, કોવિડ-૧૯ની વૈશ્વિક બીમારીએ જ્યારે સમગ્ર વિશ્વ પર ભરડો લીધેલ તે દરમ્યાન તમારા દ્વારા કોવિડ-૧૯ જેવી મહામારીને અટકાવવા તેમજ નિયંત્રણમાં લેવા સારૂ રાત દિવસ અથાગ પ્રયત્નો અને સૌનાં સહિયારા સાથ થકી કોવિડ-૧૯ ના રોગચાળાને માત આપવામાં આપણે સૌ સફળ રહ્યા છીએ. હાલ તાજેતરના અઠવાડિયામાં ચીનમાં બાળકોમાં શ્વસનની બિમારી જેમ કે ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, SARS-CoV-2 વગેરે જોવા મળે છે. જેને ધ્યાને રાખી રોગચાળાના કેસોમાં વધારો ન થાય તે માટેના તથા દર્દીઓને સમયસરની સારવાર મળી રહે તે માટે ભારત સરકારનાં આરોગ્ય વિભાગ તરફથી નીચે મુજબના પગલા લેવા જણાવવામાં આવે છે.
હવામાન વિભાગની ભયાનક આગાહી : ગુજરાતમાં આ શહેરોમાં આજે કમોસમી વરસાદ કહેર બનીને આવશે
જ્યારે ઉપલબ્ધ માહિતી સૂચવે છે કે ભારતમાં અલાર્મનું કોઈ કારણ નથી, તેમ છતાં રાજ્યમાં જાહેર આરોગ્ય અને હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવાની તક હોય આ માટે જરૂરી એચઆર, હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ, સાધન સામગ્રી અને આરોગ્ય સુવિધાઓમાં ચેપ નિયંત્રણ (ટેસ્ટીંગ) પદ્ધતિઓની ઉપલબ્ધતાની ખાતરી કરવી જરૂરી છે.
તબીબી કેન્દ્રોને આ સૂચના જાહેર કરાઈ
કમોસમી વરસાદ બાદ ગુજરાત પર આવશે મોટી આફત, હવે આ સ્થિતિ માટે તૈયાર રહેજો
રસી માટે કામ ચાલુ છે
ચીનમાં વધી રહેલા ન્યૂમોનિયાના કેસ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચીનમાં ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો છે જેને લઇને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ રહી છે. દેશની જરૂરિયાતો પૂરી કરીને રસી એક્સપોર્ટ પણ કરાઈ રહી છે.
રાજકોટમાં આજે ખૂલતા બજારે ફરી સિંગતેલમાં ભાવમાં ભડકો, તેલના ભાવોને નડી ગયું માવઠું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે