Gandhinagar News : રાજ્યની સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો કરાયો છે. ખાનગી પ્રેક્ટિસ સિવાય સેવારત વર્ગ-૧ અને વર્ગ-૨ ના તબીબી શિક્ષકોને લાભ મળશે. આરોગ્ય વિભાગના તા.૯/૧૦/૨૦૨૪ના ઠરાવથી નિર્ણય અમલી બનશે.
કેટલો પગાર વધારો થયો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરા, સુરત અને પૂણેમાં ગુજરાતની દીકરીઓ નરાધમોના હાથે પીંખાઈ, ત્રણેયમાં સામ્યતા
રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના મહત્વપુર્ણ નિર્ણય સંદર્ભે વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના તારીખ 9 ઓક્ટોબર, 2024 ઠરાવથી નિર્ણય અમલી બનશે.
વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે