Gandhinagar News : યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે તમામ સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
સરકાર તમામ વિભાગો, કોર્પોરેશન, પંચાયત, બોર્ડ-નિગમ સહિત તમામ વિભાગોના કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. રજા પર રહેલા કર્મચારીઓને પરત બોલાવવા અપાઈ વિભાગના વડાઓને સૂચના આપવામાં આવી છે. મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના અપાઈ છે.
In view of the prevailing situation, all types of leave for officers and employees of all departments and offices of the state government, as well as Boards, Corporations, Panchayats, Municipal Corporations, and autonomous and grant-in-aid institutions, have been cancelled with…
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ બોર્ડ, નિગમો, પંચાયતો, મહાનગરપાલિકાઓ, અને સ્વાયત્ત તેમજ અનુદાન-સહાયિત સંસ્થાઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
બોર્ડર પર તણાવ વચ્ચે કેન્સલ થઈ ગુજરાતમાં દોડતી 5 ટ્રેન, પશ્ચિમ રેલવેએ આપ્યું લિસ્ટ
સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થાય તે સુનિશ્ચિત કરવું. વધુમાં, અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્યમથક છોડવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય અને મહેસૂલ વિભાગમાં રજાઓ રદ
ગુજરાત પોલીસ બાદ આરોગ્ય વિભાગ અને મહેસુલ વિભાગના કર્મચારીઓ ની રજા રદ્દ કરવા બાબતે સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. રજા પર રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ હેડક્વાર્ટર પરત ફરવા આદેશ કરાયો છે. તેમજ વિભાગના વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો. તો બીજી તરફ, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કરાઈ છે. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈનાત રહેવા સૂચના અપાઈ. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી છે. જેમાં પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને માહિતી અપાઈ હતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. ઈમરજન્સી માટે તબીબોની સિવિલ હોસ્પિટલમાં ટીમ તૈયાર કરાઈ છે.
એલાને જંગ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા અને ડ્રોન પર મૂકાયો પ્રતિબંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે