Home> Gujarat
Advertisement
Prev
Next

દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારનો મોટો નિર્ણય : ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી

Gujarat Government Big Decision : ખાનગી હૉસ્પિટલ અને તેમના ઈન હાઉસ મેડિકલ મામલે મહત્વનો પરિપત્ર... ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી.. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો પરિપત્ર... ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ..
 

દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારનો મોટો નિર્ણય : ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી

Gandhinagar News : તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ હવે સરકાર તાળા લગાવવા જઈ રહી છે. ગુજરાતમાં ગાજેલા ખ્યાતિ મોતકાંડ બાદ હવે ગુજરાત સરકાર જાગી છે અને આરોગ્ય ક્ષેત્રે કડક પગલા લઈ રહી છે. આ કેસમાં હવે રાજ્ય સરકાર માટે જાગ્યા ત્યારથી સવાર જેવી સ્થિતિ બની છે. ત્યારે આ દિશામાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકારે કડક પગલા લેતા વધુ એક નિર્ણય કર્યો છે. હવેથી રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજીયાત નથી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પત્ર જાહેર કરાયો. 

fallbacks

સરકારના ધ્યાને આવ્યું કે, ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી કે હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવા મજબૂર બનાવે છે. કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સિવાય બીજે ક્યાંય મળતી હોતી નથી. આવામાં ગુજરાત સરકારે દર્દીઓ છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તેવો નિયમ બનાવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવું રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું. સાથે જ જણાવાયું કે, ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા ફરજ નહીં પાડી શકાય. આ અંગે મેડિકલ સ્ટોરની બહાર બોર્ડ ફરજિયાતપણે લગાવવું પડશે કે, આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી.

કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના

પરિપત્રમાં શું જણાવ્યું
તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને જણાવવાનું કે, રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલ ઈન હાઉસ મેડીકલ સ્ટોર પાસેથી હોસ્પિટલના દર્દીઓને દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહીં. આથી દરેક ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોએ ખાસ સૂચના દર્દીઓ દવા ખરીદ કરવા આવે ત્યારે સ્પષ્ટપણે દેખાય તે રીતે ફરજીયાતપણે લગાવવાની રહેશે. ‘"આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવુ બોર્ડ ફરજિયાતપણે લગાવવું.

ઉલ્લેખનીય છે કે, સરકાર હવે આગામી દિવસોમાં કયા ઓપરેશનના કેટલા ચાર્જ વસૂલવામાં આવશે તેના ભાવ નક્કી કરવાની દિશામાં કામગીરી કરી રહી છે. જેથી કોઈ પણ ઓપરેશનના તેના નિયત કરેલા ભાવ જ વસૂલાશે. ભવિષ્યમાં સરકાર આ દિશામાં પગલા લેશે. 

PMJAY યોજનામાં ગેરરીતિ કરનાર 5 હોસ્પિટલ સસ્પેન્ડ
ગત અઠવાડિયામાં રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઈ હતી. પાટણ-2, દાહોદ-1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકા (SOP)નું ઉલ્લંઘન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરા હતી. જેમાં રૂ.૫૦ લાખ સુધીની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઈ હતી. 

આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More