Gandhinagar News : ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે ગુજરાતના સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરાઈ હતી. ત્યારે માહોલ પૂર્વવત થતા સરકારે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ કર્મચારી અને અધિકારીઓ રજા લઈ શકશે.
નવો પરિપત્ર જાહેર કરાયો
ગુજરાત સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરાયો. તેમાં જણાવાયું કે, અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક હાજર થવું પડશે જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે.
પરિપત્રમાં શું છે
આ પરિપત્રથી સરકારશ્રી દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ (ખાતાના વડા, બોર્ડ/નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વિગેરે)ના અધિકારી/કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી/કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા અને અધિકારી/કર્મચારીને વિભાગના વડા/ખાતાના વડા/કચેરીના વડાની પૂર્વ મંજુરી સિવાય મુખ્યમથક ન છોડવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉક્ત સૂચનાઓના અનુસંધાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં સક્ષમ સત્તાધિકારી સ્વવિવેકાનુસાર રજાઓ મંજૂર કરી શકશે. પરંતુ અનિવાર્ય સંજોગોમાં સક્ષમ સત્તાધિકારી રજાઓ રદ કરી શકશે. અને તે અન્વયે સંબંધિત કર્મચારી/અધિકારીએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારી/અધિકારીએ ફોન/ઈ.મેઈલ પર સતત ઉપલબ્ધ રહેવાનું રહેશે.
રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારા 14 સામે FIR દાખલ
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર ૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા કરવા ભારે પડ્યા! ગુમાવી બેઠો 1.66 કરોડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે