Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : GCMMF અને દૂધ ઉત્પાદક સંઘમાં પારદર્શિતા લાવવા ઓડિટમાં કરાયા મોટા ફેરફાર

GCMMF Big Decision : સહકારી સંઘોમાં થતી ગેરરીતિ પર અંકુશ લાવવાનો પ્રયાસ.... ફેડરેશન અને જિલ્લા સંઘોના ઓડિટમાં દૂધ ખરીદીના સ્થળોની ચકાસણી કરાશે... સંસ્થાઓએ સ્ટોકનો વેલ્યુએશન રિપોર્ટ પણ રજૂ કરવો પડશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : GCMMF અને દૂધ ઉત્પાદક સંઘમાં પારદર્શિતા લાવવા ઓડિટમાં કરાયા મોટા ફેરફાર

Gujarat Cooperative Milk Marketing Federation : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અને જિલ્લા સહકારી ઉત્પાદક સંઘમાં વધુ પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વહીવટી નાણાંકીય હિસાબ તપાસણીના ઓડિટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતના સહકારી વિભાગે આ ફેરફાર કર્યા છે. 

fallbacks

ઓડિટથી શું ફાયદો થશે
મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા સહકારી સંઘોએ ફરજિયાતપણે તેઓ દૂધની કયાંથી ખરીદી કરે છે અને વર્ષના અંતે તેમની પાસે કેટલી કિંમતનો સ્ટોક પડ્યો છે તે સહિતની બાબતોને ઓડિટમાં રજૂ કરવાની રહેશે. મિલ્ક માર્કેટિંગ અને દૂધ સંધોના ઓડિટમાં અનિયમિતતા રહેતી હતી. તેમજ કોઈ પણ ગેરરીતિ માટેનો અવકાશ નહિ રહે. 

હવે પછી સહકારી સંઘોએ સભાસદોની વિગત, નોંધાયેલી અને સૂચિત મંડળીઓની વિગત, દૂધ ખરીદી કેન્દ્રો, ફેડરેશન-દૂધ સંઘની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીલક્ષી માહિતી અને ભરતી સંબંધિત બાબતોનો ઓડિટમાં સમાવેશ કરવાનો રહેશે. સહકારી દૂધ સંઘોએ પ્રોજેક્ટ પોલિસી, સંસ્થાના તમામ મકાનો, મશીનરી, વાહનો, માલ સ્ટોક, રોકડ રકમના વીમા અંગેની માહિતી પણ આપવી પડશે.

કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે કમર કસી, ગાંધીનગરમાં બંધ બારણે શરૂ થઈ મહત્વની બેઠક

આ બાબતે સહકાર મંત્રી જગદીશ પંચાલે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ઓડિટની પધ્ધતિમાં ફેરફાર કર્યો ન હોવાથી હવે ફેરફાર કરવામાં આવ્યો છે.

નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની મળેલી ૪૧મી બેઠક અંગેની વિગતો આપતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું ઓડિટ વર્ષ ૧૯૮૩ના ઓડિટ મેન્યુઅલ મુજબ કરવામાં આવતું હતું. છેલ્લા ૪૨ વર્ષ દરમિયાન આ ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના ટર્ન ઓવરમાં સતત વધારો થતાં તેમજ અન્ય વહીવટી કારણોસર નિયત નમૂનામાં ફેરફાર કરવા અતિ આવશ્યક જણાતાં, ખાતાના નિવૃત્ત અધિકારીઓ અને સી.એ ફર્મના સૂચનો મેળવી વહીવટી અને નાણાકીય હિસાબ તપાસણી યાદીના નવીન નમૂના તૈયાર કરવામાં આવ્યા છે. 

મંત્રીએ જણાવ્યું હતું કે, આ ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના ઓડિટ માટે હિસાબી તપાસણી યાદીના નવીન નમૂના લાગુ કરવાથી ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘ તેમજ સભાસદોને અનેક ફાયદા થશે જેમ કે, આ દૂધ ઉત્પાદક સંઘમાં કુલ સભાસદો તેમજ નોંધાયેલ મંડળી પૈકી સભાસદ તથા બિન-સભાસદ મંડળીઓની વિગતો, દૂધ ખરીદ કેન્દ્રો, સૂચિત મંડળીઓ, વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીલક્ષી વિગતો, વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલા ઠરાવની સંખ્યા, ભરતી તેમજ ગત વર્ષના ઓડિટરશ્રી અને નાણાકીય ઓડિટરની વિગતો મળી રહેશે.

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ, GPSCનો ગંભીર છબરડો સામે આવ્યો

આ ઉપરાંત ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘની પ્રોજેક્ટ પોલીસી તેમજ સંસ્થાના તમામ મકાન, મશીનરી, વાહનો, માલસામાનનો સ્ટોક, રોકડ રકમના વીમા, સંસ્થામાં ફેડરેશનનું આયોજન અને ઉત્પાદન અંગેની વિગતો, દૂધની આવક તથા તેનું મેળવણું-રિકન્સીલેશન, દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન, વેચાણ, કુલ દૂધ નિકાલમાં આવતી ઘટ અંગેની વિગતો પણ મળી રહેશે. 

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના હિસાબ તપાસણી યાદીના નવીન નમૂનાની મદદથી સંસ્થાના પ્લાન્ટ અને તેના ઉપયોગ, લેબર કોન્ટ્રાક્ટના કરાર, સંસ્થામાં થતા ટ્રાન્સપોર્ટ કરાર, દૂધ સિવાયના ખર્ચ-ખરીદીના રૂ. પાંચ લાખની ઉપરના કરાર, સ્થાયી મિલકત, અમલીકરણ થતાં પ્રોજેક્ટ, સંસ્થા દ્વારા અને સંસ્થા ઉપર થયેલ તમામ કોર્ટ કેસ અંગેની અદ્યતન વિગતો તેમજ સંસ્થાના સરવૈયા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો અંગેની તમામ વિગતો મેળવી શકાશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.  

અત્રે ઉલ્લેખનીય છે કે, સહકાર વિભાગની મુખ્ય કામગીરી ગુજરાત રાજય સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ મુજબ સહકારી સંસ્થાઓના નિયમનકાર-Regulatory Authorityની છે. જે મુજબ નવીન ઓડિટ રિપોર્ટથી ગુજરાતના દૂધ સહકારી સંઘોના ઓડિટમાં પારદર્શિતા અને ચોકસાઇ વધશે, જે રાજયના પશુપાલકોના હિતમાં અતિ મહત્વનું સાબિત થશે. રાજયના તમામ સહકારી દૂધ સંઘો તથા ગુજરાત રાજય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા નવીન ઓડિટ રિપોર્ટનો સ્વિકાર કરવામાં આવ્યો છે. 

આને ચોમાસું સમાજવાની ભૂલ ન કરતા! ગુજરાતમાં અચાનક કેમ આવ્યો ધોધમાર વરસાદ, આવ્યા નવા અપડેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More