Gujarat Government Big Decision : ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર! ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે.
ચૌહાણ પરિવારનો માળો વિખેરાયો, ગોધરામાં ટ્રક બાઈક ટકરાતા એક જ પરિવારના 4 ના મોત
સરકારે સબસીડી બંધ કરી
ઉલ્લેખનીય છે કે, સરકારે સબસિડી બંધ કરતાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 44% સુધી ઘટી ગયું છે. ગુજરાત સરકાર વાહનચાલકોને કારની ખરીદી પર પર 2 લાખ સુધી-ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી અપાતી હતી. પરંતું છેલ્લા બે વર્ષમાં સરકારે સબસીડી આપવાની જ બંધ કરી છે. જેથી ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ઘટાડો આવી ગયો છે. સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે સબસીડી આપવાની શરૂઆત કરી હતી, પરંતું હવે સબસીડી પર જ બ્રેક લાગી છે, તેથી લોકોએ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું માંડી વાળ્યું છે. બીજી તરફ, વાહનો વેચનારાઓને મોટો ફટકો પડ્યો છે. જેને કારણે સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી વધે તે માટે નવી છૂટછાટ જાહેર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે