Jantri Rates Apply In Gujarat : ગુજરાત સરકાર ગમે ત્યારે જંત્રીના ભાવ વધારાની જાહેરાત કરી શકે છે. બધાની નજર હવે જંત્રીના ભાવ વધારા પર છે. સરકાર ગમે ત્યારે જંત્રીનો ઘા કરી શકે છે. ત્યારે સરકાર કેટલો ભાવ વધારો ઝીંકે છે તેના પર સૌની નજર છે.
ગુજરાત સરકારે છેલ્લાં વર્ષ 2011 માં જંત્રીના ભાવમાં વધારો ઝીંક્યો હતો. તેના બાદ સરકારે જંત્રીના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. પરંતું આનંદીબેન પટેલ જ્યારે મહેસુલ મંત્રી હતા ત્યારે તેઓએ વર્ષ 2011 માં નવા જંત્રી દર લાગુ કરતા સમયે કહ્યું હતું કે, સરકાર હવે દર વર્ષે 8 ટકા જેટલો વધારો જંત્રી દરમાં વધારો કરતી રહેશે, પણ એવું થયુ નહિ. તેના બાદ જંત્રીના ભાવ વધારાની વાત અભરાઈ પર ચઢી ગઈ હતી.
ત્યારે હવે સૌની નજર જંત્રીના નવા ભાવ વધારા પર છે. વર્ષ 2024 માં સરકારે જંત્રીના ભાવ બમણા કરવાની જાહેરાત કરી હતી. પરંતું બાદમાં શહેરી વિસ્તારોમાં 5 થી 10 ગણા વધાર્યા હતા. જેને કારણે સરકારને ચારેતરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોની નેગેટિવ પ્રતિક્રીયા સામે આવી હતી. જોકે, સરકારે આ નિર્ણયમાં બદલાવ કરવાનું નક્કી કર્યું છે. વર્ષ 2023 ની સરખામણીમાં હવે માત્ર 25 ટકાનો વધારો અમલી કરાશે.
હવે ચર્ચા છે કે, સૂચિત વધારાને બેઝ રેટ તરીકે ગણીને તેટલો દર હાંસલ કરવા માટે સરકાર શરુઆતના વર્ષોમાં દર વર્ષે ક્રમબદ્ધ રીતે 20થી 25 ટકા જેટલો વધારો કરશે, તે પછી નિયમિત રીતે વાર્ષિક જંત્રી દરમાં 5થી 10 ટકાનો વધારો કરવામાં આવશે. આમ, આનંદીબેનના સમયની યોજના ભુપેન્દ્ર પટેલ લાગુ કરશે. જેની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.
કોંગ્રેસમાં ભાજપ જેવો લેટરકાંડ, બે નેતાઓનું ભાજપ સાથે સેટિંગ હોવાની પત્રિકા વાયરલ કર
જંત્રીમાં એકસાથે બમ્પર વધારો નહિ થાય
એટલે કે, હાલ જંત્રીમાં ભલે 25 ટકાનો વધારો થાય, પરંતું હવે તેમાં દર વર્ષે થોડો થોડો વધારો ઝીંકવામાં આવશે. એકસાથે બંપર વધારો લાગુ નહીં કરાય. પરંતુ એક વખત આ દર સૂચિત વધારા જેટલો થઇ જાય તે પછી દર વર્ષે તેમાં 5થી 10 ટકાનો વધારો કરાશે. સતત ચારથી પાંચ વર્ષ સુધી 20થી 25 ટકા વધતાં જશે અને નવેમ્બર, 2024માં જાહેર કરાયેલાં સૂચિત દરની બરાબર આવી જાય તે સુનિશ્ચિત કરાશે.
બિલ્ડરો વિફર્યા હતા
જંત્રીના ભાવમાં બમણો વધારાની જાહેરાત કરીને ગુજરાતભરના બિલ્ડરો ટેન્શનમાં આવી ગયા હતા. જેથી તેઓએ આ વધારાને ઘટાડવા માટે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેઓએ જંત્રીના દરમાં 50 થી 75 ટકા ઘટાડાની જાહેરાત કરી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ પોતાની જમીનોના ભાવ ઊંચા આવે તે માટે સૂચિત દરો કરતા પણ જંત્રી વધારવા સૂચન કર્યા હતા. ત્યારે સરકાર હવે શું નિર્ણય લેશે તે તો સમય અને સંજોગો જ જણાવશે.
દેશમાં સૌથી પહેલા ગુજરાતી ઉદ્યોગપતિએ ખરીદી ટેસ્લા સાયબર ટ્રક, આખી દુનિયામાં થઈ ચર્ચા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે