Home> Gujarat
Advertisement
Prev
Next

મેડલ લાવીને ગર્વથી ગુજરાતનું માથું ઉંચુ કરતા રમતવીરો માટે સરકારની મોટી જાહેરાત

Pension to players : રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીતનારા નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર આપશે પેન્શન... દર મહિને 3 હજારનું પેન્શન આપવા સરકારનો નિર્ણય.. લાભ લેવા માટે ખેલાડીઓએ કરવી પડશે અરજી... 

મેડલ લાવીને ગર્વથી ગુજરાતનું માથું ઉંચુ કરતા રમતવીરો માટે સરકારની મોટી જાહેરાત

Big Announcement : મેડલ લાવીને ગર્વથી ગુજરાતનું માથું ઉંચુ કરતા રમતવીરો માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર નિવૃત રમતવીરોને પેન્શન આપશે. નિવૃત્ત રમતવીરોને દર મહિને ત્રણ હજારનુ પેન્શન સરકાર આપશે. રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ કે સિલ્વર મેડલ જીત્યો હોય તેવા રમતવીરોને આ પેન્શનનો લાભ મળશે. આ ઉપરાંત રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ મળશે. લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે. જેમાં સાત સભ્યોની કમિટી પેંશન આપવા અંગે આખરી નિર્ણય કરશે.

fallbacks

વર્ષ 2016 માં આર્થિક સ્તરે નિસહાય રમતવીરોને પેન્શન આપવા માટે સરકારે આ યોજના અમલી કરી હતી. જેમાં સમયાંતરે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારે જૂની યોજનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કહેવાયું કે, ગુજરાતના વતની હોય અને 50 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા રમતવીરોને મહિને 3 હજારનું પેન્શન આપવામાં આવશે.

ન વાવાઝોડું, ન ઘાતક વરસાદી સિસ્ટમ... પરંતું આવી છે હવામાન વિભાગની વરસાદની નવી આગાહી

આવા રમતવીરોએ પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રે 35 વર્ષથી વધુ વય સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત અથવા સાઁધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય. અથવા રાજ્ય તરફથી નેશનલ માટે મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પેન્શન પાત્ર ગણવામાં આવશે. આ પેન્શન અરજી કર્યા બાદ વિભાગના સચિવ સહિત 7 સભ્યોની કમિટી દ્વારા પેન્શનને પાત્ર આપવામાં આવશે. 

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમા 5 ગુજરાતીના મોત, 24 કલાક બાદ દબાયેલી કાર બહાર આવતા થયો ખુલાસો

ગુજરાત સરકારનારમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા રાજયના નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના અમલી કરાઈ છે. જેમાં જિલ્લામાં વસતા અને 50 વર્ષની ઉંમરના નિવૃત રમતવીરો કે જેઓએ રાષ્ટ્રીય કક્ષાએ વ્યકિતગત કે સાંધીક રમતમાં મેડલ મેળવ્યા હોય, નેશનલમાં રમેલ ટીમના સભ્ય હોય તેઓ પેન્શન મેળવવા પાત્ર છે.  

શહીદ મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ, પત્નીએ પતિના કપડાને સ્પર્શ કરીને પુત્રીને ઉપાડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More