Home> Gujarat
Advertisement
Prev
Next

અયોધ્યામાં રામ મંદિર પાસે ભૂપેન્દ્ર પટેલ સરકારે ખરીદી જમીન, ગુજરાતીઓને મળશે આ વિશેષ સુવિધા

Gujarat Bhavan Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે આ શહેરની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ રહી છે. દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી ભક્તો અહીં રામ લલાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આ વાત વચ્ચે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે પોતાના રાજ્યના રામ ભક્તો  માટે અયોધ્યામાં પોતાનું બિલ્ડિંગ બનાવી રહી છે.

અયોધ્યામાં રામ મંદિર પાસે ભૂપેન્દ્ર પટેલ સરકારે ખરીદી જમીન, ગુજરાતીઓને મળશે આ વિશેષ સુવિધા

Gujarat Bhavan Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી દેશ અને દુનિયાના નકશા પર આ શહેરનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારથી દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં સરકાર ભક્તો માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. 

fallbacks

Health Budget 2024: નવી મેડિકલ કોલેજ ખુલશે, હોસ્પિટલોમાં થશે બદલાવ, જાણો જાહેરાત

તે દરમિયાન, દેશના સૌથી પ્રખ્યાત રાજ્યોમાંના એક ગુજરાતે તેના રાજ્યના શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે ગુજરાત સરકારે જમીન ખરીદી છે. જી હા...હવે નજીકના ભવિષ્યમાં મહત્વની કામગીરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે.

બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત

ગુજરાતના લોકો મોટી સંખ્યામાં ધાર્મિક યાત્રા કરવા જતા હોય છે. હવે અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાના રાજ્યના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં રામભક્તો માટે જમીન લીધી છે અને ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે. સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ અયોધ્યામાં આ કામ કરી ચુક્યા છે.

Budget 2024 Updates : સીતા રમણના બજેટમાં સૌને "સીતા- રામ રામ" : ના કોઈ મોટી રાહત, માત્ર સરકારના ગુણગાન 

પ્રમુખ શહેરમાં ભવન
તમને જણાવી દઈએ કે, મુંબઈ, દિલ્હી, કોલકાતા કહિત દેશના મુખ્ય શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે. જ્યાં જનાર ગુજરાતી લોકોને સસ્તા ભાવે આવાસની સુવિધા આપવામાં આવે છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા હતા. ત્યારબાદ અયોધ્યાની જમીનની કિંમતો આસમાને પહોંચવાની સાથે વેપારમાં પ્રગતિના સમાચાર મળી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં હોટલ રેસ્ટોરા સહિતના વેપારમાં તેજી જોવા મળી શકે છે. 

ખૂબ રૂપિયા કમાવો... દુનિયાના આ દેશોમાં 1 પણ રૂપિયો ચૂકવવો નહી પડે Income Tax

રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવનના નિર્માણ માટે પહેલાથી જ જમીન ખરીદી લીધી છે. હવે ભવનને તૈયાર કરવાનું કાર્ય નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે, માનવામાં આવી રહ્યું છે કે જે ગતિથી રામ મંદિરનું નિર્માણ થયું છે, તે જ ગતિથી અયોધ્યામાં ગુજરાત ભવનનું નિર્માણ કાર્ય પણ પુરું કરવામાં આવશે, જેથી ત્યાં જનાર ગુજરાતી નાગરિકોને જલ્દીથી તેનો લાભ મળી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More