ગૌરવ પટેલ/અમદાવાદ :લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો
લગાવીને બેંકોની બહાર ઉભા છે. આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. જે મામલે ખુલાસા કરવામાં આવ્યા છે. દરેકને 1 લાખની લોન મળી જશે તેવુ વિચારનારા આ સમાચાર ખાસ વાંચી લે. આ સાથે જ કેટલાક અન્ય ખુલાસા પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા
આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રદીપ વોરાએ રાજ્ય સરકારના ખુલાસા અંગે માહિતી આપતા કહ્યું કે, લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આ અંગે જાહેરાત આપીની લોકોને માહિતગાર કર્યાં છે. લોન માટે એપ્લાય કરનાર ગ્રાહકનો સીબીલ રીપોર્ટ ચેક કરવામાં આવશે. સિબિલ એટલે ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ જો કોઇ અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીના ડિફોલ્ટર હશે તો તેવા લોકોને લોન મળવાની શક્યતા નહિવત રહેશે. લોન લેવા ઇચ્છતા ગ્રાહકે બે જામીનદાર આપવા રહેશે. જો કોઇ ગ્રાહક લોન લીધા બાદ તેની ભરપાઈ નહિ કરે તો જામીનદાર પર બેંક કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જોકે, આ આત્મનિર્ભર લોન અનસિક્યોર લોન હોવાથી સહકારી બેંકો પર આવનારા દિવસોનાં એનપીએનો ખતરો તોળાશે.
લોન મેળવવાના આ નિયમો ખાસ જાણી લેજો
આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે હવે ફોર્મ બહાર પાડ્યા બાદ અનેક ખુલાસા કર્યાં છે. લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જાહેર ખબર થકી આ માહિતી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે