ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. સતત વધી રહેલા કેસો સામે ગુજરાત સરકારનો કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાતમાં શુ છૂટછાટ અપાશે અને શુ નહિ તેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતના 6 નગરપાલિકામાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ.
બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. અહી અગાઉ જે પ્રતિબંધ હતા તે યથાવત રહેશે. અહી જીવનજરૂરિયાતની વસ્તુ અને સેવા, અનાજ, દૂધ, કરિયાણું, શાકભાજી ને દવા સિવાય કોઈપણ જાતની દુકાનો ખોલવાની કે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં નહિ આવે. અગાઉની શરતો પણ યથાવત રહેશે. જૂનાગઢ અને જામનગર નગરપાલિકા અને 6 મહાનગરપાલિકા ને બાદ કરતા 156 નગરપાલિકાઓમાં કામકાજ શરૂ કરવામાં આવશે.
કયા ઝોનમાં કઈ છૂટછાટો અપાઈ
રાજ્ય સરકાર દ્વારા 20 એપ્રિલથી ઉદ્યોગોને શરતો સાથે છૂટછાટ અપાઈ હતી. તેમાં ફેરફાર કરીને નિર્ણય લેવાયો છે કે, જુનાગઢ અને જામનગર અને 6 નગરપાલિકાને બાદ કરતા 156 પાલિકામાં ઉદ્યોગો શરૂ કરી શકાશે. ફેક્ટરીમાં કર્મચારીઓનું ધ્યાન રાખવાનું રહેશે. કામમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી કામ થાય તેવુ જોવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે