Gujarat IPS Promotion હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત આઈપીએસ બેડા માટે મોટા સમાચાર આવ્યા છે. આખરે ગાંધીનગરથી આઈપીએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર છૂટ્યા છે. ગુજરાતમાં સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. 2010 ની બેચના ips સાત અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે. 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે. આ સાથે જ 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા નીચેના IPS અધિકારીઓને પસંદગી ગ્રેડ આપ્યું છે. તેમજ કેટલાક IPS અધિકારીને ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. 2010 ની બેચના ips સાત અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે. 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે