Home> Gujarat
Advertisement
Prev
Next

ST કર્મચારી સામે સરકાર નહિ ઝૂકે, ફિક્સ પગારવાળાઓને મોકલી નોટિસ

 રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળના પગલે રાજ્ય સરકાર નહિ ઝૂકે. રાજ્ય સરકારે ખાનગી કલેક્ટરોને આદેશ કર્યા છે કે, ખાનગી વાહન ઓપરેટર્સનો સંપર્ક કરવો. તેમજ મુસાફરો માટે નવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, સરકારે હડતાળમાં જોડાયેલા ફિક્સ પગારના કર્મચારીઓને ફરજ પર જોડાવા નોટિસ મોકલી છે. 

ST કર્મચારી સામે સરકાર નહિ ઝૂકે, ફિક્સ પગારવાળાઓને મોકલી નોટિસ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળના પગલે રાજ્ય સરકાર નહિ ઝૂકે. રાજ્ય સરકારે ખાનગી કલેક્ટરોને આદેશ કર્યા છે કે, ખાનગી વાહન ઓપરેટર્સનો સંપર્ક કરવો. તેમજ મુસાફરો માટે નવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, સરકારે હડતાળમાં જોડાયેલા ફિક્સ પગારના કર્મચારીઓને ફરજ પર જોડાવા નોટિસ મોકલી છે. 

fallbacks

કર્મચારીઓને નોટિસ
અમદાવાદમાં હડતાળમાં જોડાયેલા ફિક્સ પગારના કર્મીઓને ફરજ પર જોડાવા નોટિસ આપવામાં આવી છે. શરતોનું ઉલ્લંઘન થતું હોવાથી તંત્ર હવે આક્રમક વલણ અપનાવી રહી છે. કુલ 2508 કર્મીઓને ફરજ પર હાજર થવા ફરમાન કરાયું છે. 

પોલીસ સુરક્ષા પણ ગોઠવી 
એસટી કર્મીઓની હળતાલનો આજે બીજો દિવસ છે. ત્યારે એસટી યુનિયન અને સરકાર બન્ને પોતાના વલણ પર મક્કમ છે. રાજ્ય સરકારે કરી ખાનગી વાહનોની વ્યવસ્થા કરી છે. વર્તમાન સ્થિતિમાં ઘર્ષણ થવાની સંભાવના હોવાથી સરકારે વિવિધ પીકઅપ પોઇન્ટ પર પોલીસ સુરક્ષા આપવાની સૂચના કરાઈ છે. ખાનગી બસો દોડાવવાના નિર્મય સામે એસટીના કર્મચારીઓએ પણ બાયો ચઢાવી છે. અનિચ્છનીય બનાવો ટાળવા માટે સરકારે રાજ્યના તમામ એસીટ બસ મથકો પર પોલીસ કાફલો ખડકવાનું શરૂ કર્યું છે. 

હડતાળને પગલે દુકાનદારો ની હાલત કફોડી
એસટી કર્મચારીઓની હડતાળને પગલે એસટી સ્ટેશન પર આવેલી દુકાનોની હાલત કફોડી બની છે. ગ્રાહકો ન મળતા ડેપોમાં આવેલી દુકાનો પણ બંધ થઈ ગઈ છે. હાલ ગણતરીની દુકાનો જ ખુલેલી જોવા મળી રહી છે. ત્યારે હાલ દુકાનદારોને કોઈ ગ્રાહકો મળે તેવી કોઈ આશા દેખાતી નથી. તેમજ સ્ટેશન પાસે આવેલા ખાણીપીણીની સ્ટોલવાળાઓની હાલત પણ કફોડી બની છે, જેમની રોજીરોટી મુસાફરોથી થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More